સરકારી ગોદામમાં સડી ગઈ 32,000 ટન ડુંગળી

ભારતીય બજારોમાં ડુંગળીની કિંમત આસમાને પહોંચી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં 70-120 રૂપિયા કિલોગ્રામ સુધી વેચાઈ રહી છે ડુંગળી. ત્યારે હવે સરકાર એકદમ જાગીને ડુંગળીના ભાવોને કાબૂ કરવા મથામણ કરી રહી છે. ત્યારે તાજેતરમાં જાણવા મળ્યુ છે કે, સરકાર પાસે પડી રહેલા ડુંગળીના બફર સ્ટોકમાંથી 32 હજાર ટન ડુંગળી સડી ગઈ છે.
આ બફર સ્ટોક સરકારી સંસ્થા (NAFED) એ તૈયાર કરી હતી. જણાવી દઈએ કે, સરકારી ગોદામમાં ડુંગળી સડવાની ઘટનાઓ અગાઉ પણ બની જ છે, સરકારો પણ ચૂંટણીમાં વ્યસ્ત છે.બફર સ્ટોકમાંથી 43 હજાર ટન ડુંગળી કાઢવામાં આવી (NAFED) ના ડાયરેક્ટર સંજીવ કુમાર ચઢ્ઢાના જણાવ્યા અનુસાર આ વર્ષે બફર સ્ટોક માટે 1 લાખ ટન ડુંગળીની સરકારી ખરીદી કરવામાં આવી હતી. ત્યારે હવે ડુંગળીની વધતી કિંમતો પર લગામ લગાવવા માટે આ સ્ટોકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધીમાં બફર સ્ટોકમાંથી 43 હજાર ટન ડુંગળી કાઢવામાં આવી છે. જ્યારે અમુક ટન ડુંગળી સડી ગઈ છે. ત્યારે હવે આ સ્ટોકમાં ફક્ત 25 હજાર ટન ડુંગળી જ વધી છે. જે નવેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધીમાં ખતમ થઈ જશે. તેથી સરકારને હવે શાણપણ આવ્યુ છે અને ડુંગળીના સંગ્રહખોરી પર રોક લગાવવાની કોશિશ કરી રહી છે. અને તેના માટે લિમિટ નિયમ લાગૂ કરવાનું એલાન કર્યુ છે.
સીબીઆઈ તપાસની કરી માગ ડિસેમ્બર 2019ના એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આપ નેતા સંજય સિંહે ગોદામમાં સડી રહેલી ડુંગળી પર કેન્દ્રીય ઉપભોક્તા મંત્રાલય મંત્રી રામવિલાસ પાસવાનને પણ એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં ડુંગળી સડવાનું કારણ અને તેના રખરખાવ માટેની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યુ હતું. ત્યારે સંજય સિંહે કહ્યુ હતું કે, અમાર પ્રશ્નોના જવાબ નહીં મળે તો અમે સીબીઆઈમાં ફરિયાદ કરીશું.
