35 લાખના લાંચ કેસમાં શ્વેતા જાડેજા હાઇકોર્ટના શરણે

35 લાખના લાંચ કેસમાં શ્વેતા જાડેજા હાઇકોર્ટના શરણે
Spread the love

દુષ્કર્મના આરોપી પાસેથી રૂપિયા 35 લાખની લાંચના કેસમાં અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્વેતા જાડેજાએ હાઇકોર્ટમાં જમીન અરજી કરી છે. અરજદારનો આક્ષેપ છે કે એન્ટિ કરપ્શન બ્યુરોએ કોઈ આધાર પુરાવા વગર તેની સામે ફરિયાદ નોંધી છે અરજીની સુનાવણી આગામી અઠવાડિયે હાથ ધરાય તેવી શકયતા છે. જામીન અરજીમાં રજૂઆત છે કે તેમની જામીન અરજી નામંજૂર કરતો સેશન્સ કોર્ટનો આદેશ ભૂલ ભરેલો અને રદ થવાને પાત્ર છે.

એ.સી.બી.એ નોંધેલી ફરિયાદ ઉપજાવી કાઢેલી છે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે કલમ હેઠળ ફરિયાદ નોંધાઇ છે તે મુજબ કોઇ ગુનો થયો નથી. આ કલમો મુજબ કોઇ સરકારી કર્મચારી કામ સિવાય કોઇ ગેરકાયદે રીતે પૈસા માગે અથવા પૈસા સ્વીકારતા પકડાય તો કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તે લાંચ માંગતા કે સ્વીકારતા પકડાયા હોય તેવા કોઇ પુરાવા નથી જેથી તેમની જામીન અરજી મંજૂર થવી જોઇએ આ ઉપરાંત આ કેસનો ફરિયાદી પોતે દુષ્કર્મનો આરોપી છે તેથી તેના આક્ષેપો પર ભરોસો ન કરવો જોઇએ.

photo_1596407975659.jpg

Right Click Disabled!