જૂનાગઢ શહેરના વધુ 4 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર

Spread the love

જૂનાગઢ. : જૂનાગઢ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામા મુજબ વોર્ડ નં.૧ સરગવાડા વિસ્તારમાં આવેલ આશાપુરા પાન સેન્ટરની સામે પરબતભાઇ નાનજીભાઇ ઠુંમરના ઘરથી હુસેનભાઇ ઇસ્માઇલભાઇના ઘર સુધી.વોર્ડ નં૭ ઝાંઝરડા રોડ પર આવેલ ક્રિષ્‍ના પાર્ક સોસાયટીમાં જયેશભાઇ જલુનાં ઘરથી બાલુભાઇ વિરાભાઇ જાદવનાં ઘર સુધી.વોર્ડ નં૧૧ બસ સ્ટેન્ડ પાસે આવેલ અશોકનગરમાં બ્લોક નં.૩૪ થી ૩૬ સુધી.વોર્ડ નં.૧૪ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સીંધી સોસાયટીમાં વસુંધરા એપાર્ટમેન્ટ વાળી ગલીમાં ડાયાભાઇ જાદવભાઇ શામળાનાં ઘરથી ઉતમભાઇ રાધોમાલનાં ઘર સુધી માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

જયારે વોર્ડ નં.૧ સરગવાડા વિસ્તારમાં આવેલ આશાપુરા પાન સેન્ટરની સામે રસિકભાઇ રણછોડભાઇનાં ઘરથી અબુભાઇ તારમહમદભાઇનાં ઘર સુધી. વોર્ડ નં૭ ઝાંઝરડા રોડ પર આવેલ ક્રિષ્‍ના પાર્ક સોસાયટીમાં વૃજદાસ હરજીવનદાસ પરમારનાં ઘરથી સહજ મકાન સુધી. વોર્ડ નં૧૧ બસ સ્ટેન્ડ પાસે આવેલ અશોકનગરમાં બ્લોક નં.૩૭ થી ૪૨ સુધી. વોર્ડ નં.૧૪ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સીંધી સોસાયટીમાં વસુંધરા એપાર્ટમેન્ટ વાળી ગલીમાંહરીભાઇ બાવનભાઇ શામળાનાં ઘરથી જગદીશભાઇ જી દેસાણીનાં ઘર સુધી બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા. ૨૭ ઓકટબર સુધી અમલમાં રહેશે. માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!