જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ 4 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Spread the love

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૪,૭,અને ૧૧ માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ જૂનાગઢ મહાનગર-વોર્ડ નં.૪ જોષીપરામાં આવેલ કુંભારવાડામાં હેઠાણ ફળિયામાં મનુભાઈ રાળીયાના ઘરથી રતીભાઈ ડાકીના ઘર સુધી.

જોષીપરા વિસ્તારમાં આવેલ કન્યા છાત્રાલય જૂના ગેટ પાસે શેરી નં.૨ માં આવેલ મનસુખભાઇ પરબતભાઇ સાવલીયાના ઘરથી પ્રફુલભાઈ નારસિંહભાઈ ફુલેતરાના ઘર સુધી, વોર્ડ નં. ૭ ઝાંઝરડા રોડ પર આવેલ હરિઓમ નગરમાં હારી દર્શન એપાર્ટમેન્ટનો પ્રથમ,બીજો અને ત્રીજો માળ, વોર્ડ નં.૧૧ બસ સ્ટેન્ડ પાસે આવેલ નહેરૂપાર્ક સોસાયટીમાં તક્ષશીલા એપાર્ટમેન્ટનો બીજો ભાગ કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૫ ઓકટોબર સુધી અમલમાં રહેશે.

કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!