દ્વારકા મંદિરમાં રથયાત્રામાં માસ્ક ન પહેરનાર 4 તીર્થ પુરોહિત દંડાયા

દ્વારકા મંદિરમાં રથયાત્રામાં માસ્ક ન પહેરનાર 4 તીર્થ પુરોહિત દંડાયા
Spread the love
  • રથયાત્રામાં માસ્ક ન પહેર્યું હોવા અંગેનો વીડિયો વાયરલ થયો હતો
  • દ્વારકા પોલીસે ચારેય પોલીસ સ્ટેશન બોલાવીને દંડ વસૂલ્યો

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પુરૂષોત્તમ માસમાં જગતમંદિરમાં શનિવારે નીકળેલી રથયાત્રામાં માસ્ક વગરના તીર્થ પુરોહિત હોવા અંગેનો એક વિડીયો વાયરલ થતા નિયમો તમામ માટે સમાન હોય તેમ પોલીસે ચાર તીર્થ પુરોહિતે માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો. રથયાત્રા સમયે માસ્ક ન પહેર્યું હોવાનું ફલિત થતા આ કાર્યવાહી થઇ હોવાનું સામે આવ્યું છે. પુરુષોત્તમ માસમાં દ્વારકા મુખ્ય મંદિર પરિસરમાં રથયાત્રા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

રથયાત્રા દરમિયાન માસ્ક વગર નીકળેલા તીર્થ પુરોહિતના વિડિયો દ્વારકા પોલીસ નજરે પડતા દ્વારકા પોલીસે ચાર જેટલા લોકોને દ્વારકા પોલીસ સ્ટેશનમાં બોલાવીને કોરોના કાળમાં આવું બેજવાબદારના રહેવું તેની કડક ભાષામાં સૂચના આપી હતી. રથયાત્રા દરમિયાન નજરે આવેલા ચાર લોકોને ચાર હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જતા હોવાથી તંત્ર દ્વારા કડક વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. દ્વારકા પોલીસ એક બાજુ માસ્ક જાગૃતિ કાર્યક્રમ ચલાવે છે ત્યારે લોકોની બેદરકારી સામે આવી છે.

– રોહિત મેરાણી (જામનગર)

Corona-Mask-1.jpg

Right Click Disabled!