રાજ્યમાં 24 કલાકમાં 410 નવા કેસ, સતત 50માં દિવસે નવા દર્દી કરતા ડિસ્ચાર્જ વધુ

રાજ્યમાં કોરોના કાબૂમાં આવી ગયો છે. માત્ર એટલું જ નહીં, તેની સાથે સાથે દૈનિક મૃત્યુ પણ ઘટી ગયા છે. ગુજરાતમાં સતત સાતમાં દિવસે 500થી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 મે બાદ પહેલીવાર 412થી ઓછા કેસ નોંધાયા છે. આમ 8 મહિના બાદ 410 કેસ સામે આવ્યા છે. આ પહેલા 30મેના રોજ 412 કેસ નોંધાયા હતા. આ 24 કલાક દરમિયાન 1 દર્દીનું મોત થયું છે અને 704 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત 50માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 96.51 ટકા થયો છે.
4,665 એક્ટિવ કેસ, 48 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 50 હજાર 56 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 59 હજાર 99ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,376એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 50 હજાર 56 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4,665 એક્ટિવ કેસ છે, જેમાંથી 48 વેન્ટિલેટર પર જ્યારે 4,617 દર્દીની હાલત સ્થિર છે.
