5 હજાર લોકોને તાજ જોવાની પરવાનગી મળશે

5 હજાર લોકોને તાજ જોવાની પરવાનગી મળશે
Spread the love

એક દિવસમાં 5 હજાર લોકો જ જોઈ શકશે તાજમહેલ.પુરાતત્વ વિભાગે બહાર પાડી સૂચનાકોરાનાની ગાઈડલાઈન્સનું કડક રીતે પાલન કરવામાં આવશે વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલને જોવાનું સપનું જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. અગામી 21 સપ્ટેમ્બરથી પર્યટકો માટે તાજમહેલ અને કિલ્લાઓને ખોલી નાખવામાં આવશે. આ અંગેની જાહેરાત પુરાતત્વ વિભાગે સોમવારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર કરી છે. જોકે આ દરમિયાન કોરોનાને લઈને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવું અનિવાર્ય હશે.5-5ના ગ્રુપમાં મળશે ઈન્ટ્રી હવે 21 સપ્ટેમ્બરથી તાજમહેલને ખોલવામાં આવશે. જોકે આ દરમિયાન પર્યટકો પાસે કોરાનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. પુરાતત્વ વિભાગના અધીક્ષક બસંત કુમાર સ્વર્ણકારે જણાવ્યું કે આ દરમિયાન તાજમહેલ પર 5 હજાર અને કિલ્લા પર 2500 લોકોને જ માત્ર ઓનલાઈન ટિકિટ પર પ્રવેશ મળશે.

આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝિંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. આ દરમિયાન 5-5ની સંખ્યામાં જ લોકો તાજમહેલની મુલાકાત કરી શકશે. તાજમહેલ અને કિલ્લાને ખોલવામાં આવ્યા ન હતા કોરોનાવાઈરસના સંક્રમણના પગલે 17 માર્ચે તાજમહેલને પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે લોકડાઉન પછી જ્યારથી દેશને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ તો તાજમહેલની ખોલવાની માંગ શરૂ થઈ. કોરોનાના કારણે અગાઉ આગ્રાના મેયર નવીન જૈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાજમહેલ સહિત દેશના તમામ ઐતિહાસિક સ્મારકોને બંધ કરવાની અપીલ કરી હતી. ASI આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ થોડા દિવસો પહેલા જ સિકંદરા, ચીનીના રોજા, અત્માદ્દૌલા સહિત અન્ય સ્મારકોને ખોલી દીધા હતા. જોકે તાજમહેલ અને આગ્રાના લાલ કિલ્લાને ખોલવાની પરવાની આપવામાં આવી ન હતી.

1_1599481085.jpg

Right Click Disabled!