લતીપુરમાં 5 ઇંચ, લૈયારામાં 4 ઇંચ, જામવંથલીમાં 3 ઇંચ વરસાદ

લતીપુરમાં 5 ઇંચ, લૈયારામાં 4 ઇંચ, જામવંથલીમાં 3 ઇંચ વરસાદ
Spread the love
  • જામનગર ગ્રામ્યમાં રવિવારે મંડાયેલા વરસાદ અડધાથી પાંચ ઇંચ પાણી વરસાવ્યું
  • ધ્રોલ અને જોડિયામાં પણ મેઘરાજાએ આંટો માર્યો, હરિયાણામાં ૩૫ મીમી

જામનગર સહિત હાલારમાં અમુક વિસ્તારોમાં રવિવારે બપોર બાદ હવામાનમાં પલટો આવતા ફરી મેધાવી માહોલ વચ્ચે ગ્રામ્ય પંથકમાં પણ હળવા ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં લતીપુરમાં મુશળધાર પાંચ ઇંચ, લૈયારામાં ચારેક ઇંચ અને પીપરટોડા-જામવંથલીમાં ત્રણેક ઇંચથી વધુ પાણી વરસ્યું હતું. જામનગર સહિત જિલ્લામાં રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જામનગર શહેરમાં સાંજે શરૂ થયેલા ઝરમર છાંટા રાત્રી સુધી યથાવત રહ્યા હતા. જયારે ધ્રોલ-જોડીયામાં મેઘરાજા ધોધમાર વરસ્યાની સાથે ગ્રામ્ય પંથક મુશળધાર વરસાદ ખાબકયો હતો.

જેમાં લતીપુરમાં રવિવારે રાત્રે સુધી મુશળધાર વરસાદ પાંચ ઇંચથી વધુ પાણી વરસાદી દેતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે લૈયારામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદે ૯૭ મીમી પાણી વરસાવી દીધું હતું. મોટી બાણુગારમાં ૫૪ મીમી, ફલ્લામાં ૬૩ મીમી, જાણવણીમાં ૭૫ મીમી, હડીયાણામાં ૩૫ મીમી, પીઠડમાં ૫૨ મીમી, જાલીયા દેવાણીમાં ૭૦ મિમી, ભ.બેરાજામાં ૫૦ મીમી, પીપરટોડામાં ૮૨ મીમી, ડબાસંગમાં ૩૩ મીમી,દરેડ અને બાલંભામાં ૧૫-૧૫ મીમી, ખરેડીમાં ૨૦ મીમી વરસાદ સોમવારે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક સુધીમાં નોંધાયા હતા.

– રોહિત મેરાણી (જામનગર)

images-9-2.jpeg

Right Click Disabled!