રિલાયન્સ જિઓના નેટવર્કથી 5G એક સેકંડમાં 1 જીબી ડાઉનલોડ થશે…?

રિલાયન્સ જિઓના નેટવર્કથી 5G એક સેકંડમાં 1 જીબી ડાઉનલોડ થશે…?
Spread the love

રિલાયન્સ જિઓ અને અમેરિકાની ક્વોલકોમ ભારતમાં 5G નેટવર્ક સ્થાપીને યુઝર્સને વિચારી પણ ન શકાય એવી સુપરફાસ્ટ સ્પીડ એક ગીગાબાઈટ પર સેકંડ ઑફર કરશે. જુલાઈ મહિનામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે તેઓ ભારતમાં મેઈડ-ઈન-ઈન્ડિયા ફાઈવજી ટેકનોલોજી વિકસાવીને દેશમાં ડિજિટલ અર્થતંત્રના પાયાને મજબૂત કરવા માગે છે. ક્વોલકોમના પ્લેટફોર્મથી જિઓના 5જીસોલ્યુશને એક જીબીપીએસની સ્પીડ મેળવી હોવાનું બંને કંપનીઓએ કહ્યું છે.

આમ ગણતરીની સેકંડોમાં આખે આખી મુવી યુઝર્સ ડાઉનલોડ કરી શકશે. આ પાર્ટનરશીપમાં જિઓની અમેરિકાની સબસિડિયરી રેડીસીસ કોર્પોરેશનનો પણ સમાવેશ છે.જિઓના આ નેટવર્કથી ભારતે હવે જેવી ચાઈનીઝ કંપનીઓ ઉપર મદાર રાખવો પડશે નહીં. આ કંપનીઓને લીધે દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર સલામતિ પણ જોખમમાં હોવાની સંભાવના હતી.બંને કંપનીઓએ નિવેદનમાં કહ્યું છે કે, આ સફળતાથી ફક્ત જિઓની ફાઈવજી ક્રેડેન્શિયલ્સને સપોર્ટ જ નહીં પરંતુ જિઓ અને ભારત ગીગાબીટ ફાઈવજી એનઆર પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પ્રવેશ્યું છે.

એનઆર ન્યુ રેડિયોએ ફાઈવજી સ્ટાન્ડર્ડ છે જેમાં ટેકનોલોજી ગ્રુપનો સમાવેશ છે. આ જેવુ છે. જિઓ ફાઈવજીની ટેકનોલોજી વૈશ્વિક ધોરણે મંજૂર ધોરણેને આધિન છે. જુલાઈમાં ક્વોલકોમ ટેકનોલોજીએ જિઓ પ્લેટફોર્મ્સમાં 720 કરોડનું રોકાણ કર્યું હતું.રિલાયન્સ જિઓ ઈન્ફોકોમના પ્રેસિડેન્ટ મેથ્યુ ઓમીને કહ્યું કે, ટેકનોલોજીનું સિક્યોર ડેવલપમેન્ટથી ભારત 5જી સજ્જ બનશે અને આત્મનિર્ભર ભારત તરફ ગતિ કરી રહ્યું છે.

રેડિયો એક્સેસ નેટવર્ક્સ એ બેઝ સ્ટેશન અને યુઝર્સના મોબાઈલ ડિવાઈઝ વચ્ચેના રેડિયો કમ્યુનિકેશન્સનું સંચાલન કરે છે. હાલમાં ફક્ત અમેરિકા, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલૅન્ડ અને જર્મની પાસે આ ફાઈજી સ્પીડ છે. ભારતમાં વર્ષ 2021માં ફાઈવજી એરવેવ્ઝ માટે ઓક્શન થઈ શકે છે. ક્વોલકોમના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ફોરજી અને ફાઈજી દુગ્રા માલાડીએ આ સફળ ફાઈવજી ટેસ્ટ બાબતે કહ્યું કે, અમે રિલાયન્સ જિઓ સાથે મળીને અમારી કાર્યક્ષમતા વધારી રહ્યા છે જેથી સરળ અને સ્કેલેબલ 5જી ડેવલપમેન્ટ થાય.

mukeshambanijio_d.jpg

Right Click Disabled!