જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 69 ફોર્મ ભરાયા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 69 ફોર્મ ભરાયા
Spread the love
  • સૌથી વધુ ફોર્મ વોર્ડ નં.૧૩માં ભરાયા
  • શનિવારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ દિવસ
  • વોર્ડ ૧ અને ૫માં હજુ સુધી એકેય નામાંકન નહીં

જામનગર મહાનગરપાલિકાના રસપ્રદ ચૂંટણી જંગમાં પાંચમા દિવસે ૬૯ ફોર્મ ભરાયા હતાં. સૌથી વધુ ફોર્મ વોર્ડ નં.૧૩માં ભરાયા છે. જયારે વોર્ડ નં.૧ અને ૫માં હજુ સુધી એકેય ફોર્મ ભરાયું નથી. શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોય નવા જૂનીના એંધાણની શકયતા નકારી શકાતી નથી. જામનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ વધુ રોચક બની છે.

આ સ્થિતિમાં ચૂંટણીમાં ફોર્મ ભરવાના પાંચમા દિવસે કુલ ૬૯ ફોર્મ ભરાયા હતાં. જેમાં વોર્ડ નં.૨ માં ૧, વોર્ડ નં.૩માં ૧૩, ૪માં ૨, ૬માં ૭, ૭માં ૫, ૮માં ૭, ૯માં ૩, ૧૦માં ૪, ૧૧માં ૩, ૧૨માં ૭, ૧૩માં ૨, ૧૪માં ૩, ૧૫માં ૯ અને વોર્ડ નં.૧૬માં ૩ ફોર્મનો સમાવેશ થાય છે. શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ હોય ભાજપ-કોંગ્રેસમાં જૂથવાદના કારણે નવા-જૂનીના એંધાણની શકયતા નકારી શકાતી નથી.

– રોહિત મેરાણી (જામનગર)

Screenshot_20210206-134543_Divya-Bhaskar.jpg

Right Click Disabled!