7 વર્ષનો ટાબરિયો સ્પાઇડરમૅનનો અવતાર

7 વર્ષનો ટાબરિયો સ્પાઇડરમૅનનો અવતાર
Spread the love

બાળકોને કૉમિક બુક અને સિરીઝના પાત્રો કે સુપરહીરો બહુ ગમતા હોય એ તો સ્વાભાવિક છે. કાનપુરના સાત વર્ષના યશરથ સિંહ ગૌરને પણ સુપરહીરો તરીકે સ્પાઇડરમૅન બહુ જ પસંદ છે. જોકે યશરથની વાત બીજા બાળકોથી જુદી એટલા માટે છે કે તે માત્ર સ્પાઇડરમૅનના રમકડા એકઠા કરવા કે એની ફિલ્મો જોવા સુધી જ નહીં, જાતે પણ સ્પાઇડરમૅનની જેમ દીવાલો ચડવાનું પૅશન ધરાવે છે.

હાલમાં ત્રીજા ધોરણમાં ભણતો યશરથ ઘરની દીવાલો કોઈ જ સપોર્ટ વિના ચડી જાય છે અને આ કળા તેણે જાતે જ પડી-આખડીને શીખી છે. સ્પાઇડરમૅનની મુવી જોઈને તેના જેવું કરવાની તેને ઇચ્છા થયેલી. પહેલાં તેણે જાતે-જાતે જ પ્રયત્ન કર્યો. અનેક વાર પડ્યો પણ પછી તેને એમાં ફાવટ આવવા લાગી અત્યાર સુધીના અખતરા તેણે એકલાએ જ કરેલા અને જ્યારે તેને દીવાલ ચડતા ફાવી ગયું ત્યારે તેણે પોતાના ભાઈને પોતાનું કરતબ બતાવ્યું અને પછી તો વાત બધે જ ફેલાઈ ગઈ

Kanpur-7-year-spiderman_01_d.jpg

Right Click Disabled!