જામનગરના ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાંથી 70 સેમ્પલો લેબમાં મોકલાયા

જામનગરના ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાંથી 70 સેમ્પલો લેબમાં મોકલાયા
Spread the love
  • ૧ લાખથી વધુ પક્ષીઓનું આશ્રયસ્થાન: ફ્લુ સામે પશુપાલન વિભાગ એલર્ટ બન્યું

જામનગર જિલ્લામાં બર્ડફલૂ સામે તકેદારીના ધોરણે બંધ કરવામાં આવેલા ખીજડીયા બર્ડ સેમ્યુરી ખાતે પશુપાલન વિભાગના ડોકટર સહિતની ટીમ દ્વારા જુદા-જુદા દેશી-વિદેશી પક્ષીઓના ચરકના સેમ્પલો લેવાયા હતાં, જેને ભોપાલ ખાતેની લેબોરેટરીમાં મોકલાશે. રાજયમાં બર્ડ-ફલુનું એલર્ટ જાહેર થયા બાદ પંચાયતના પશુપલાન વિભાગ દ્વારા શહેર-જિલ્લામાં ૬૬ પોસ્ટ્રીફાર્મોમાં ૧ લાખથી વધુ મરઘાઓના આરોગ્યની તપાસ કરીને ૧૦૦ સેમ્પલો મેળવી ભોપાલ ખાતેની સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોઇ મરઘા માંદા પડે તો પશુપાલન વિભાગને જાણ કરવા પોસ્ટ્રીફાર્મ સંચાલકોને તાકિદ કરવામાં આવી હતી.

રાજયના વન વિભાગની ગાંધીનગર કચેરીના આદેશથી બંધ કરવામાં આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ગઇકાલે પશુપાલન વિભાગના ડો.હિતેષ કોરીંગા અને ટીમે જઇને અલગ-અલગ સ્થળોએ ફરીને અલગ-અલગ પ્રજાપતિના પક્ષીઓના ચરકના સેમ્પલો એકઠા કરવામાં આવ્યા હતા. જેને ભોપાલ ખાતેની લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, શિયાળામાં વિદેશથી હજારો પંખીઓ ખીજડીયા ખાતે આવીને આશ્રય મેળવે છે. આજની તારીખે ખીજડીયામાં ૧ લાખ પક્ષીઓના મુકામ છે. ત્યારે તંત્રએ બર્ડફલુ અંગે અહીં સેમ્પલ સર્વે કરીને ખીજડીયામાં રોગચાળાની તપાસ કરી છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આ પક્ષી અભયારણ્યમાં પક્ષીઓના મૃત્યુ કે માંદગીના કેસ સામે આવ્યા નથી.

– રોહિત મેરાણી (જામનગર)

20210115_120124.jpg

Right Click Disabled!