જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના 84 કેસ : 15 મોત

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના 84 કેસ : 15 મોત
Spread the love
  • ગ્રામ્યમાં ૨૨ અને શહેરમાં ૬૨ નવા કેસ

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાએ ગતિ જાળવી રાખી છે. શહેરમાં ૬૨ અને જિલ્લામાં કુલ ૮૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૧૫ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોવિડ હોસ્પિટલમાં ૧૫ મોત થયા હોવાનું જાહેર થયું છે. જામનગર શહેર-જિલ્લામાં કોરોનાએ પોતાના કાળ ક્રમ જાળવી રાખ્યો છે. મંગળવારે ગ્રામ્ય વિસ્તારમાં ૨૨ અને શહેરમાં ૬૨ નવા કેસ નોંધાતા કુલ જિલ્લામાં નવા ૮૪ કેસો નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૭ અને શહેરમાંથી ૪૦ લોકો કોરોનાને મ્હાત આપી છે. સોમવાર રાત્રીથી કોલ હોસ્પિટલમાં ૧૫ લોકો પોતાના જીવ ગુમાવ્યો હતો. હજુ પણ હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારના ૪૪ અને શહેર વિસ્તારના ૨૪૩ એકટીવ કેસ હોસ્પિટલમાં નોંધાયા છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-1-8.jpeg

Right Click Disabled!