9મીથી ભારત છોડો આંદોલન

9મીથી ભારત છોડો આંદોલન
Spread the love

સવારથી રક્ષા બંધન શરૂં થયું છે. જ્યાં આ વખતે વર્ષો પછી ચીની રાખડી નથી. સ્વદેશી છે. એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે આશરે 50 કરોડ રાખડીઓનો વેપાર થાય છે, જેની કિંમત આશરે 6 હજાર કરોડ છે.

ઘરે બનાવેલી રાખડીઓનું ચલણ વધ્યું
ઘણા વર્ષોથી ચીનથી રાખડીઓ આવે છે. આ વર્ષે ચીનની 1 કે 2 હજાર કરોડની રાખડી વાપરવામાં આવી નથી. કોરોનાના ડરને કારણે બજાર કે ઓનલાઈન બજારમાં રાખડી ખરીદવા ઘણા લોકો ગયા નથી. પ્રાચીન સમયની જેમ ઘરે બનાવેલી દોરાની રાખડી બાંધી રહી છે.

રાખડીવધુ એક ‘ભારત છોડો આંદોલન’ના મંડાણ
ચીની ચીજોના બહિષ્કાર કરવા 9 ઓગસ્ટ 2020થી ભારત છોડો આંદોલન શરૂ કરાશે. દેશભરમાં 800 થી વધુ સ્થળોએ, વેપારી સંગઠનો શહેરના એક અગ્રણી સ્થળે એકઠા થશે અને ચીન ભારત છોડવા માટે સૂત્રો બોલાવશે. જેમાં ભારત ચીન વચ્ચે વેપાર થાય છે તે બંધ કરવાની અપીલ કરાશે.

images.jpg

Right Click Disabled!