જૂની ચલણી નોટ મળવાનો સિલસિલો યથાવત : 9 લાખની નોટ જપ્ત

ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લામાં સરકાર દ્વાર રદ કરવામાં આવેલી જૂની ચલણી નોટ મળવાનો સિલસિલો યથાવત છે. ગોધરાના છવડ ગમે પાસથી એસઓજીએ 9 લાખ 87 હજારની કિંમતની જુની ચલણી નોટ સાથે બે શખ્સોને ઝડપ્યા છે.
પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની નોટોનું મસમોટું નેટવર્ક ચાલી રહ્યું હોવાની શક્યતાઓ છે.બે શખ્સો કાપડના થેલામાં બંધ કરાયેલી જૂની ચલણી નોટો લઈ જતા હતા છાવડ ગામ પાસે બે શખ્સો કાળા કલરની કાપડના થેલામાં બંધ કરાયેલી જૂની ચલણી નોટો લઈ જતા હતા અને ગેરકાયદે વહીવટ કરવાની તૈયારીમાં હતા.
જોકે પોલીસે તેમને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રદ કરાયેલી 500ના દરની એક હજાર 975 ચલણી નોટ મળી. જેની કિંમત નવ લાખ 87 હજાર 500 રૂપિયા થાય છે. પોલીસે તેમની પાસે મોબાઈલ સહિત નવ લાખ 88 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અગાઉ ઘોઘંબા ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચનો પુત્ર પણ રદ થયેલી ચલણી નોટોના જથ્થા સાથે ઝડપાતા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
