જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ૬ બેઠકો પર 93.41% મતદાન થયું

જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ૬ બેઠકો પર 93.41% મતદાન થયું
Spread the love
  • ૪ બેઠકો પરની ચૂંટણી મુલતવી : મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો છે

જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ડાયરેકટર પદની ચુંટણી માટે ડીકેવી કોલેજ ખાતે આજે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનનો પ્રારંભ થયો હતો. આ બેંકની ચૂંટણીનો મામલો હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે મતદાન માટે થઇને ઉમેદવારોએ પણ રાજકીય રીતે કમર કસી છે. બુધવારે છ બેઠકો માટે ૯૬.૪૧ ટકા મતદાન નોંધાયું હતું. આ ચુંટણીમાં કાલાવડની બેઠકના ઉમેદવારના અવસાનને કારણે કાલાવડની બેઠક તેમજ અવસાન પામનાર ઉમેદવાર અન્ય ત્રણ વિભાગોમાં ઉમેદવાર હોવાથી તે વિભાગોની ચુંટણી મુલત્વી રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વાઇસ ચેરમેને ચુંટણી પ્રક્રિયાને સુપ્રિમ કોર્ટમાં પડકારતા સુપ્રિમ કોર્ટ દ્વારા મતદાન યથાવત રાખીને મતગણતરી અને પરિણામ જાહેર કરવા અંગે હંગામી સ્ટે આપ્યો છે. આ જ રીતે ૬૮ મંડળીઓના મતાધિકારનો મામલો પણ હાઇકોર્ટમાં પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ બુધવારે થયેલા મતદાનમાં ૨૨૩ મતદારોમાંથી ૨૧૫ લોકોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેના કારણે છ બેઠકો ઉપર ૯૬.૪૧ ટકા મતદાન નોંધાયું હતું. ગુજસીટોકના આરોપીએ મતદાન કર્યું જયેશ પટેલ ગેંગના સાગરિત ગણાતા અને ગુજસીટોકના કાયદા હેઠળ જેલમાં રહેલા નિવૃત્ત પોલીસમેન વસરામભાઈ આહિરે મતદાન કરવા માટે હાઈકોર્ટમાંથી મંજૂરી મેળવી હોય તેમને આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે જામનગર લઈ આવવામાં આવ્યા હતા જ્યાં તેમને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

20210115_120057.jpg

Right Click Disabled!