જૂનાગઢ પોલીસે ગણતરીના કલાકોમાં પ્રેમકુમારનો ગુમ થયેલ સામાન પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંહ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણાં અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભાવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના હે.કો. રામદેભાઈ, ભીમભાઇ, યુસુફભાઈ, નશીમાબેન, પો.કોન્સ. સંદીપભાઈ તથા કેરેનબેન સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા, રીક્ષા બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા, પ્રેમકુમાર જે રીક્ષામાં આવેલ હતા. રીક્ષાનો નંબર GJ-23-Y-3601 મળી આવેલ, જેના આધારે રીક્ષાના માલિક અશોકભાઇ ખીમજીભાઈ સોલંકી રહે. વણકર વાસ, કડીયાવાડ, જુનાગઢનું સરનામું મળી આવેલ હતું.
જે રિક્ષાના ડ્રાઈવર અને રિક્ષા શોધી કાઢી, પ્રેમકુમારનો રીક્ષામાં રહી ગયેલ થેલો, જેમાં વોલેટ તથા કપડા વિગેરે કિંમતી સામાન મળી આવેલ હતો. રિક્ષાના માલિક અશોકભાઈ પણ પ્રેમકુમાર ને શોધતા હતા, તેઓએ સામાન પોલીસને સોંપ્યો હતો. જે સામાન પોલીસ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે પ્રેમકુમારને પરત કરવામાં આવેલ હતો. ભવનાથ પોલીસ દ્વારા ગુમ થયેલ થેલા બાબતે તાત્કાલિક તપાસ કરી, ગણતરીની કલાકોમાં સામાન પરત મેળવી, પ્રેમકુમારને પરત સોંપવામાં આવતા, ભવનાથ ખાતે પ્રેમકુમાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં પ્રેમકુમારનો ગુમ થયેલ સામાન પરત અપાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.
રિપોર્ટ : મહેશ કથીરિયા (ભેસાણ)