દિયોદર આંગણે શ્રી મકરસંક્રાતિ ગૌ-સેવા મહોત્સવ યોજાશે

Spread the love

દિયોદર

દિયોદર ના આંગણે ગજાનંદ ગૌ શાળા ના લાભાર્થે મકરસંકાંતિ પૂર્વે  ભવ્ય ગૌસેવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પ.શ્રદધેય  ગૌ ઋષિ સ્વામી શ્રી દતશરણાનંદજી મહારાજ શ્રી ગૌ ધામ મહાતીર્થ પથમેડાની પાવન પ્રેરણાથી આયોજન કરાયું છે. ગૌ-માતા પૂજનીય છે વંદનીય છે તેથી તેના સેવા અર્થે આગામી તા. ૯ જાન્યુઆરીથી ૧૬ જાન્યુઆરી સુધી મકરસંકાંતિ કે જે પર્વનું સનાધર્મમાં દાનનું અનેરું મહત્વ છે તે નિમિતે પૂ ગૌ ભક્ત શ્રી ધનેશ્વરભાઈ (શાસ્ત્રીજી)કચ્છ ના વ્યાસપીઠ પદે શ્રી શિવ -મહાપુરાણ, કથાનું સુંદર આયોજન કરાયું છે જે દરમિયાન પ.પૂ. મહંત શ્રી કનિરામબાપુ (શ્રી વડવાળા દુધરેજરધામ) પ.પૂ, કનકેસ્વરી દેવીજી (મહામંડલેશ્વર ), પ.પૂ. ત્રિકમદાસજી મહારાજ(અંજાર)ના પણ આશીર્વાદ પ્રાપ્ત થશે.

આ કાર્યક્રમ દરમિયાન તારીખ 9 થી 13 જાન્યુઆરી સુધી શ્રી નાથબાપા ધૂન મંડળ દેપાવિયા દ્વારા રામ નામ ના અખંડ જાપ યોજાશે પ્રતિદિન સવારે 10 કલાકે શાસ્ત્રીજી રઘુભાઈ જોષીના આચાર્યપદે જ્યોતિલિંગ સ્વરૂપ નર્મદેશ્વર ભગવાનના અભિષેક દર્શન પ્રાપ્ત ઉપરાંત વેદલક્ષના ગૌ પૂજ્ય તુલાદાન વગેરે કાર્યક્રમ યોજાશે આજરોજ પથમેડાથી પધારેલ પૂ.મુકુંદમુનિજી નીલકંઠ મહાદેવ ના હોલમાં ગામની બહેનો ને આમંત્રણ પત્રિકા અપર્ણ કરી હતી. ત્યારબાદ દિયોદર લોહાણા મહાજન વાડી માં સમૂહ લગ્ન નિમિતે મળેલ બહેનોની મિટિંગમાં મહોત્સવ ની સંપૂર્ણ માહિતી આપી હતી.

મહોત્સવ પ્રારંભ માં કળશયાત્રા 9 મી જાન્યુઆરી ના રોજ સવારે ગાયત્રી મંદિરથી પ્રારંભ કરી ગજાનંદ ગૌ શાળાએ જશે. કાર્યક્રમ માં તા 13 મી જાન્યુઆરી ના રોજ વેદલક્ષણા ગૌ આધારિત કૃષિ પ્રશિક્ષણ પણ યોજાશે જેમાં 2 કલાકે તજજ્ઞ દ્વારા માહિતી પ્રદાન થશે વધુ માહિતી માટે સંપર્ક  ખેતાભાઈ જોષી મો 9925045935,તથા હેમંતભાઈ ત્રિવેદી મો 98250 72344 સંપર્ક કરવો.

રઘુભાઈ નાઈ (દિયોદર)

Right Click Disabled!