સર્વ વિદ્યાલય કડીમાં સાયન્સ એન્ડ ટેકનો ફેર-૨૦૨૦ યોજાયો

સર્વ વિદ્યાલય કડીમાં સાયન્સ એન્ડ ટેકનો ફેર-૨૦૨૦ યોજાયો
Spread the love

સર્વ વિદ્યાલય કડીમાં યોજાયેલ સાયન્સ એન્ડ ટેકનો ફેર-૨૦૨૦ માં ગુજરાત સરકારે સાયન્સના ૬ પ્રોજેક્ટને એવોર્ડ આપ્યા સર્વ વિદ્યાલય કેમ્પસ કડી ખાતે, પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ આર્ટ્સ કોલેજ,કડી , એચ.વી.એચ.પી. ઇન્સ્ટીટયુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એન્ડ રીસર્ચ, કડી અને વિદુષ સોમાનીઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ, કડી ના સંયુક્ત ઉપક્રમે કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા યોજાયેલા સાયન્સ એન્ડ ટેકનો ફેર-૨૦૨૦ માં સાયન્સ, ફાર્મસી, એન્જીનીયરીંગ, કોમ્પ્યુટર, નર્સિંગ અને ફિજીયોથેરાપીના વિવિધ ૧૩૦ થી વધારે સમાજ ઉપયોગી પ્રોજેક્ટ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરાયા હતા. સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંશોધનને સમાજ ઉપયોગી કેવી રીતે બનાવી શકાય તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત રજુ કર્યું હતું.

આ ફેરના ઉદઘાટન પ્રસંગે સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઇ પટેલે સર્વે વિદ્યાર્થીઓ અને તેના મેન્ટર અધ્યાપકોના કાર્યને બિરદાવ્યું હતું. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડાયરેક્ટર અને વૈજ્ઞાનિક ડૉ. નરોત્તમ સાહુ એ પણ આ પ્રોજેક્ટને બિરદાવ્યા હતા અને ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ દ્વારા આ પૈકીના ૬ પ્રોજેક્ટને એવોર્ડ માટે પસંદ કરાયા હતા. સંસ્થાના સર્વે મંત્રીશ્રીઓ તથા ભગીની સંસ્થાના વડાઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનને કડી અને આજુબાજુ ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ નિહાળી ભવિષ્યમાં નવા ઈનોવેશન માટે પ્રેરાયા હતા. પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજ અને એચ.વી.એચ.પી. સાયન્સ કોલેજના ૪૦ થી વધુ અધ્યાપકોની અને સ્ટાફની ટીમે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.

એવોર્ડ માટે પસંદ કરાયેલા છ (૬) પ્રોજેક્ટ્સ :
ક્રમ નંબર કોલેજનું નામ પ્રોજેક્ટ ૧ LDRP એન્જીનીયરીંગ કોલેજ, ગાંધીનગર ઇલેક્ટ્રિક રીજનરેટીવ સાયકલ ૨ શ્રી માણેકલાલ એમ.પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ, ગાંધીનગર સ્માર્ટ હોમ સિક્યોરિટી સિસ્ટમ ૩ પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ આર્ટ્સ કોલેજ, કડી ઝીરો વેસ્ટ મશરૂમ કલ્ટીવેશન ફોર મેડીકલ એન્ડ એડીબલ યુસ ૪ શ્રી માણેકલાલ એમ.પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ, ગાંધીનગર એક્સટ્રેક્શન ઓફ DNA ફ્રોમ ફ્રુટ્સ ૫ એચ.વી.એચ.પી. ઇન્સ્ટીટયુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ એન્ડ રીસર્ચ, કડી ઈમરજન્સી શુઝ ફોર વિમેન ૬ શ્રી માણેકલાલ એમ.પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એન્ડ રીસર્ચ, ગાંધીનગર ઓટોમેટીક સ્ટ્રીટ લાઈટ કન્ટ્રોલ સિસ્ટમ

Right Click Disabled!