આ રહ્યું માહિતી ખાતાની સરમુખત્યારશાહીનું નગ્ન સત્ય….!

આ રહ્યું માહિતી ખાતાની સરમુખત્યારશાહીનું નગ્ન સત્ય….!
Spread the love

માહિતી ખાતાને જાહેરખબરની નીતિ બહારના મનઘડંત ઉદ્ભવિત કરેલાં કોઈપણ આધાર-પુરાવા માંગવાનો અધિકાર આપવામાં આવેલ નથી. આ ઉપરાંત માહિતી ખાતું અમુક અખબારોને નીતિ પૂર્વેના ઓથ હેઠળ છાવરી રહ્યું છે. નીતિ પૂર્વેના અખબારોને માત્ર જાહેરખબરના ભાવ યથાવત્ જાળવી રાખવા સિવાય અન્ય કોઈપણ સ્વરૂપે રક્ષિત કરવામાં આવેલ નથી એમ માહિતી અને પ્રસારણ વિભાગમાં કરેલ આરટીઆઈના જવાબમાં જણાવવામાં આવ્યું છે. જેથી નીતિની બહાર જઈને ઉપજાવી કાઢેલ પૂર્તતા કરવા કોઈ ઠરાવ કે આદેશ કરવામાં આવેલ નથી અને માહિતી ખાતાએ આવી નીતિ બહારની માંગણીઓ કરી છે જે ગેરકાયદે હોવાનું સાબિત થવા પામ્યું છે.

Right Click Disabled!