નગર પાલિકાનું કામ દબાણો દૂર કરવાનું હોય, જ્યારે ગારીયાધાર નગરપાલિકામા “ઉલ્ટી ગંગા”

નગર પાલિકાનું કામ દબાણો દૂર કરવાનું હોય, જ્યારે ગારીયાધાર નગરપાલિકામા “ઉલ્ટી ગંગા”
Spread the love
  • “અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી, ને ટકે શેર ખાજા..”
  • નગર પાલિકા નું કામ દબાણો દૂર કરવાનું હોય,જ્યારે ગારીયાધાર નગર પાલિકા મા “ઉલ્ટી ગંગા”
  • તાલુકા શાળા મા જિલ્લા પંચાયત ઊંઘતી રહી ને મેદાન ટૂંકું થઈ ગયું..
  • તાલુકા પંચાયત અને પશુ દવાખાના આગળ રોડ ની પી.ડબલ્યુ.ડી ની જમીનમાં નગર પાલિકા નો હડિંબલો..શું આં દબાણ નથી..?

આં ભાજપ નાં શાસન મા ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવી ઘટનાઓ ઘટી રહી છે. ગામ માં કોઈ પણ જગ્યાએ રોડ – રસ્તા નું દબાણ થાય તો નગર પાલિકાનું બુલ્ડોજર ફરી વળે, ગારીયાધાર આં બધીજ કાયદાકીય જોગવાઈઓથી પર છે. દબાણ હટાવવા ની જવાબદારી જેની છે ,તે નગર પાલિકા ખુદ દબાણ કરી રહી છે.. ગારીયાધારના પ્રવેશદ્વારનો ગારીયાધાર પાલીતાણા સ્ટેટનો રોડ છે. માર્ગ-મકાનના મેન્યુઅલ, ગાઈડ મુજબ સ્ટેટના રોડના સેન્ટરથી ૨૪ મીટરે બાંધકામ રેખા આવે, પરંતુ ગારીયાધાર નગરપાલિકા ખુદ રોડ સેન્ટરથી ૮ મીટરે બાંધકામ કરે છે.

ગામના જાગૃત નાગરિકે જિલ્લાવિકાસ અધિકારી ને લેખિત ફરિયાદ કરી, કલેકટરશ્રીને, નિયામક શ્રી નગર પાલિકા,ચીફ એન્જિનિયર ગાંધીનગર, અને નગર પાલિકાને લેખિત ફરિયાદો કરી…. અધૂરામા પૂરું જેનો રોડ છે, તે પી.ડબલ્યુ.ડી.ના કાર્યપાલકને પણ લેખિત ફરિયાદ કરી… સૌ લાજ કાઢી રહ્યા હોય તેવું લાગે છે. ભાજપના એક “બુડથલ” ધારાસભ્ય ને નારાજ કરવા કરતા જ્યાં બાંધે ત્યાં..ક્યાં આપણું ઘરનું છે..? સરકારી છે, સરકારની જમીનો,સરકારી ગૌચારો,સરકારી તિજોરીઓ, સરકારી યોજનાઓ, સરકારી વિકાસ કર્યો બધુજ લૂંટાઈ રહ્યું છે..  ડેલો ઉઘાડો મૂકી ખાળે ડાટા મારવા જેવું પાપ કોઈ કરવા નથી માંગતું…

લાખો રૂપિયાની લહાણી કરી કાર્યપાલક નો ચાર્જ લીધો હોય,એ લ્હાણી મા ધારાસભ્ય પણ હોય,ત્યારે તેના કામ નો વિરોધ કેમ કરવો..કાર્યપાલક તો આઠ દિવસથી ઑફિસમાં આવ્યા જ નથી… અરજીઓ ધૂળ ખાઈ રહી છે. આં નિયમો, કાયદાઓ, ગાઈડ લાઈન, કે મેન્યુઅલ શું માત્ર પ્રજાને જ લાગુ પાડતા હશે..? ગરીબો માટે ની ખાસ સ્કીમ હશે..? લારીઓ અને પાથરણા વાળા માટે જ  નિયમો બન્યા હશે..? પ્રજા મત થી ચૂંટાયેલા ઓ ને કોઈ નિયમ – બિયમ લાગુ નહિ પડતા હોય..? વારે વારે… છાશ વારે લારીઓ હટાવવા અને ફોટા પડાવવા માટે જ દબાણ હટાવો ઝુંબેશ ચાલતી હશે..?

શું લોકો ને લાગુ પડે છે તે કાયદા,ગાઈડ લાઈન,નીતિ – નિયમો નગર પાલિકા ને લાગુ નહિ પડતા હોય..? એક જ સ્કુલ માં બે સ્કુલ અને એક કોલેજ ભેળાં કર્યા છે.. ખખડધજ બની ગઈ છે… શૌચાલય તો બંધ હાલત માં છે…યુવાન દીકરા – દીકરીઓ ભણે છે.ત્યાં શૌચાલય બંધ છે…ઈજારો લાખો મા આપ્યો પણ તે કામ ગોકળ ગાય ની ગતિએ ચાલે છે..એજ ઇજાર દાર આવા ગેર કાયદેસર દબાણ ના કામ યુદ્ધ નાં ધોરણે કરે છે…

આં તાલુકા પંચાયત અને પશુ દવાખાના આગળ થતું બાંધકામ ના જ્યાં થાંભલી આવે છે ત્યાજ પાણી ની પાઇપ લાઈન આવે છે..એટલે કે રોડની બાજુની કાચી પટ્ટી મા પાણી ની લાઈન છે તેના ઉપર બાંધકામ ચાલે છે..લાઇન મા કોઈ ફોલ્ટ આવે ત્યારે શું..? નવી લાઇન નાખશે..? લાખ ના બાર હજાર કરવાની ગારીયાધારની નેતાગીરી ને જાણ્યે આદત પડી ગઈ હોય તેવું લાગે છે.

ખુદ નગર પાલિકા જ દબાણ કરતી હોય ત્યા વળી, શાસકો ને દબાણ કરતા કોણ રોકી શકે..? નથી આં જમીન નગર પાલિકાની, કે નથી આં જમીન તાલુકા પંચાયતની, આં જમીન પી.ડબલ્યુ.ડી.ની એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની છે…. જેતે સમયે રોડ સેન્ટર થી સરકારી ગાઈડ લાઈન મુજબ ની જગ્યા છોડી દીવાલો બાંધવામાં આવેલ છે..આં જગ્યા મા નગર પાલિકા નું બાંધકામ કેમ.? એક શોપિંગ મીઠા કૂવા ખાતે,એક શોપિંગ સુખનાથ મંદિર સામે,એક શાક માર્કેટ વાલમ ચોક ખાતે..જમીન ની કોઈ પરવાનગી કે ચોકસાઈ કર્યો વિના બાંધી નાખ્યા…વર્ષોથી ધૂળ ખાય છે….

ફરી એક નવી ભૂલ, ફરી એક નવો ભગો..કેશુભાઈ નાક્રરાણી ની કૃપા થી થઇ રહ્યો છે..ગારીયાધાર ના પ્રવેશ દ્વાર નો રસ્તો છે..ખૂબ સાંકડો પણ છે..રોડ સેન્ટર થી ૮ મીટરે બાંધકામ, બિંબ કોલમ સાથેનું ચાલુ છે..અધિકારીઓ રજૂઆત ને ખો આપી રહ્યા છે..જવાબદારી ખંખેરી રહ્યા છે… આં દબાણ ની સાચી તપાસ થાય તો પી.ડબલ્યુ.ડી.નો એક ઇજનેર સસ્પેન્ડ થાય,અને નગર પાલિકા ના રૂપિયા પડી જાય..કોભાંડ કથાઓ ના સર્જક ખુદ ગબ્બર જ્યારે કાયદો હાથમાં લ્યે ત્યારે કોણ રોકી શકે… રૂપાણીરાજમા “નાગાની પાંચશેરી ભારે”

ગારીયાધાર નગર પાલિકા ની કૌભાંડ કથાઓ મા એક કથા નો ઉમેરો.. “જોગસ પાર્ક” ૨૦૦ કે ૫૦૦ મીટર લંબાઈ હોય તેને જોગસ પાર્ક કહેવાય..આતો “ટુકડા પાર્ક” છે…. નથી ક્યારેય ગામ ને પૂછ્યું કે નથી ક્યારેય નગર પાલિકા ને પૂછ્યું..ધારાસભ્ય ની મન માની ચલાવવા મા ત્રણ બાંધકામ ના હડીબલા ધૂળ ખાય છે..આં ચોથો હડીબલો…

“અંધેરી નગરી ,ને ગંડું રાજા, ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા..”આં કહેવત ને તો વારે વારે વાપરી ને ઘસી નાખી છે..લાખો ના ખર્ચ કર્યા પછી ભૂતકાળ બની જાય છે.. વિકાસ ના નામે વિનાશ થાય તે ક્યારેય ચલાવી ન લેવાય…ગારીયાધાર મા તો ડગલે ને પગલે થતો વિકાસ નાં નામે ભ્રષ્ટાચાર થાય છે..દરેક વિકાસ કામ ને ગાડું કરવા ના બદલે “વિકાસ ગાંડો” થઈ રહ્યો છે…

ભગવાન સૌ અધિકારીઓ ને સદબુદ્ધિ આપે..અને સત્ય સ્વીકારવા કે ન સ્વીકારવા થી      નુકસાન  તો ગામ ને જ હોય છે..કોઈ ઉચ્ચ અધિકારી સ્થળ તપાસ કરે તો સત્ય બહાર આવે..

  • લાભુભાઈ પી. કાત્રોડીયા
    પ્રમુખ, ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ
    ભાવનગર (મો) ૯૪૨૬૫ ૩૪૮૭૪
Right Click Disabled!