કાંકરેજ નવા (રૂની) ખાતે દિકરીના જન્મ નિમિત્તે અનોખી ઉજવણી : ભૂલકાઓને ભોજન કરાવાયું

કાંકરેજ નવા (રૂની) ખાતે દિકરીના જન્મ નિમિત્તે અનોખી ઉજવણી : ભૂલકાઓને ભોજન કરાવાયું
Spread the love

કાંકરેજ તાલુકાના નવા(રૂની) ખાતે ઠાકોર કિરણજી પોપટજીના ઘરે  દિકરી ના જન્મ થતા એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી.અમૂક લોકો દિકરી ને સાપનો ભારો માનતા હોય છે ત્યારે આ એક આનંદની વાત ગણવામાં આવે છે.દિકરીએ સાપનો ભારો નથી એતો તુલસી નો ક્યારો છે દિકરી તો ત્રણ પેઢીઓ તારે છે.ત્યારે કાંકરેજ ના નવા ગામે ઠાકોર કિરણજી પોપટજીના ઘરે દિકરી જન્મ થયો હતો ત્યારે નવા પ્રાથમિક શાળામાં પ્રથમ પ્રાથનાથી કાર્યક્રમ ની શરૂઆત કરી મહેમાનો દ્રારા દિપ પ્રાગટય કરવામા આવ્યું તેમજ સ્વાગતગીત કરી બધા મહેમાનોનુ કુમકુમ કરી સન્માન કરવામાં આવ્યું  હતું.

ત્યારબાદ (છોટી શી પ્યારી શી આ ઈ એક પરી..) ગીત દ્રારા નાનકડી દિકરીનુ સ્વાગત કરી દિકરીના વધામણા અને નામકરણ કરવામાં આવ્યું હતું . શાળામા નવિન બનેલ પાણીની ટાંકીનુ મહેમાનો દ્રારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું .અને અંતમા દિકરી(માનશી)ના માતાપિતાનુ સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.ભોજનપ્રશાદી રૂની પ્રાથમિક શાળાના બાળકો,સેન્ટરસ્કુલ અને પેટાશાળા ખારીયાના તમામ શાળાના ગુરૂજીઓ અને નવા ગામના વડીલો, યુવાનો, મહિલાઓ તથા નવા શાળાના બાળકોએ અને પધારેલ મહેમાનોએ ભોજન લીધું હતું.

 

આ પ્રસંગે કાર્યક્રમમા તાલુકા પ્રમુખશ્રી તેજાભાઇ રબારી, જીલ્લા પંચાયત સદસ્ય પુરણસિહ વાઘેલા, જીલ્લા ભાજપ મહામંત્રી ભારતસિહ ભટેસરીયા, બી. આર સી  જલાભાઇ દેસાઇ, સી.આર.સી જગદીશભાઈ નાઈ,રૂની સરપંચશ્રી અનિલભાઇ બારોટ,ઉપસરપંચ સોમાજી ઠાકોર, એસ.એમ.સીના અધ્યક્ષ સુંડાજી ઠાકોર અને ગામના વડીલો, યુવાનો, તથા અધગામ સેન્ટર ના આચાર્ય જે. બી. જોષી, વડા સેન્ટર ના આચાર્ય જગદીશભાઈ ગૌસ્વામી, વાઘાભાઇ, બાબુભાઈ ચૌધરી, દશરતજી ઠાકોર , ખારીયા ગામના સરપંચ અંદરસિહ વાઘેલા, ઓઢા પ્રાથમિકશાળા સ્ટાફ, ખારીયા સેન્ટર ના શિક્ષકો, તાલુકા શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ વાઘેલા, બિન્દુભા વાઘેલા, ગોસ્વામી હંશપુરી, રાજુભા સોલંકી અને કવિશ્રી સુંડાજી ઠાકોર પણ હાજરી આપી હતી તેમજ ગામના વડીલો, યુવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમ સફળ  બનાવ્યો હતો. કાર્યક્રમનુ સમગ્ર સંચાલન નવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અજમલસિહ વાઘેલા અને અનિલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ….

રઘુભાઈ નાઈ (દિયોદર)

Admin

Admin

9909969099
Right Click Disabled!