પારડી પોલીસે જામનગરની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીડ લિમિટેડના માલની ઓથમાં દારૂનો મોટો જથ્થૌ પકડી પાડ્યો

Spread the love
  • પારડી પોલીસની દારૂના ધંધાર્થીઓ પર ધોંસ : એક શખ્સ ને પકડ્યો , એક જામનગરનો રહીશ વોન્ટેડ

મકર સંક્રાંતિના તહેવાર અંતર્ગત જિલ્લા પોલીસે ફરીથી દારૂની ડ્રાઇવ શરૂ કરી છે. જુદા-જુદા સ્થળે વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા હતાં. ત્યારે પારડી પોલીસે બાતમીના આધારે ટાટા ટ્રકમાં બનાવેલ ચોર ખાના માંથી દારૂને પકડી પાડ્યો હતો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી , નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડાના માર્ગદર્શનથી પારડી પોલીસના સિનિયર પીએસઆઈ એસ.બી.ઝાલાએ સપાટો બોલાવ્યો હતો કલસર ચાર રસ્તા પાસે આવતા બાતમીના આધારે એક ટાટા ટ્રક નંબર જી.જે .10 x 8976 કિમંત 10,00,000 તેમજ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ નંગ 144 કિમંત 74,400નો દારૂ બિયરનો માલ પકડ્યો હતો પણ રીલાયન્સ જામનગર માલ સામાન ના પેકેટ નંગ 480 કિમંત 14,04,000 એક ફોન સાથે કુલ કિમંત 24,82,400નો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ ચાલક છત્રપાલસિંહ જાડેજાને પકડ્યો હતો અને વિક્રમસિંહ ઉર્ફે વિક્કી કંચવાને વોન્ટેડ જાહેર કર્યો હતો વલસાડ જિલ્લા પોલીસે દારૂના વેપલા પર રોક લગાવા ધારદાર ચેકિંગ હાથ ધર્યુ છે.

રિપોર્ટ : કાર્તિક બાવીશી (વલસાડ)

Right Click Disabled!