દિવ્ય ત્રિવેદીને મુખ્યમંત્રી દ્વારા ગુજરાત રાજ્ય યુવા એવૉર્ડ એનાયત

દિવ્ય ત્રિવેદીને મુખ્યમંત્રી દ્વારા ગુજરાત રાજ્ય યુવા એવૉર્ડ એનાયત
Spread the love

ગાંધીનગર શહેર નો નવયુવાન , જોશ જુસ્સા અને ઉમંગ થી ભરપૂર શ્રી દિવ્ય ત્રિવેદી ને ગુજરાત રાજ્યના રમત , ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ , ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યુવા એવોર્ડ ૨૦૧૯ માનનીય મુખ્યમન્ત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સાહેબ , મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ દ્વારા મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે એનાયત કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે દિવ્ય ત્રિવેદી એ ખુબ જ નાની ઉમર માં સમાજ સેવા , યુવા ઉત્થાન અને સ્કિલ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યભરમાં આગવી કામગીરી કરેલ છે. આ કામગીરી બદલ રાજ્યસરકાર દ્વારા દિવ્ય ત્રિવેદીનું સન્માન કરીને ૨૧ હજાર નો ચેક પણ રાજ્યસરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે.

દિવ્ય ત્રિવેદી એ ૨૦૧૩ માં પોતાને ગુડલક માં મળેલ રોકડ રકમને મુખ્યમંત્રી શ્રીની કન્યા કેળવણી યોજના માં ૨૧ હજારનો ચેક તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અર્પણ કરીને માત્ર ૧૭ વર્ષની ઉંમરે સમાજસેવા ની શરૂઆત કરી હતી . ત્યારબાદ સ્વચ્છઆગ્રહ , કુપોષણ , મહિલા સશક્તિકરણ , સ્કિલ ડેવલોપમેન્ટ , યુવા ઉત્થાન તરફ દિવ્યે રાજ્યભરમાં અભૂતપૂર્વ કામગીરી કરેલ છે. દિવ્ય એ અભ્યાસક્ષેત્રમાં બીકોમ , એલએલબી , પીજીડીજેએમસી, અને સીએસ નો અભ્યાસ કરેલ છે. સાથે સાથે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાઈને સમાજ,રાજ્ય અને રાષ્ટ્ર ના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.સમાજના નાનામાં નાના માણસ ની ચિંતા તેના હૃદયમાં સ્પષ્ટ પણે જોવા મળે છે.

દિવ્ય હાલમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) માં સંગઠન યુવા મન્ત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે.તાજેતરમાં જ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ૨ નું આયોજન થયું હતું તેને સફળ બનાવવા દિવ્યે રાત દિવસ અથાગ પ્રયત્નો કાર્ય હતા અને સફળ પરિણામ પ્રાપ્ત થયું હતું. હાલમાંજ દિવ્ય ત્રિવેદીની વરણી ભારત સરકાર ના લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય ના સાઉથ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટરી માં ગુજરાત રાજ્યના સચિવ તરીકે થયેલ છે. દિવ્ય ત્રિવેદી ને ગુજરાત રાજ્ય યુવા એવૉર્ડ પ્રાપ્ત થયા બાદ દરેક સમાજના આગેવાનો સહીત વિશેષ બ્રહ્નસમાજના આગેવાનોએ અભિનંદન પાઠવી રાજીપો વ્યક્ત કરેલ છે.

દિવ્ય ત્રિવેદી ની નાની ઉંમરમાં આ સિદ્ધિ ખુબ જ નોંધપાત્ર છે. આગામી દિવસોમાં દિવ્ય ત્રિવેદી કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણ યોજનાઓ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચે અને યોગ્ય અમલ થાય તેની સેવા કરશે. દિવ્ય ત્રિવેદીની એવૉર્ડ માટે ની પસંદગી જિલ્લા વહીવટી તંત્રના જિલ્લા કલેકટરની અઘ્યક્ષતામાં વિકાસ અધિકારી , એસપી , જિલ્લા રમતગમત અધિકારી , જિલ્લા યુવા વિકાસ અધિકારી એ કરીને રાજ્યસરકારને અરજી મોકલી આપી હતી.ત્યારબાદ રાજ્યસરકાર વતી રાજ્યના મુખ્યમન્ત્રી શ્રી વિજયભાઈ રૂપાણી , ઉચ્ચ શિક્ષા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા , રમત ગમે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ , રાજ્યના મુખ્ય સચિવ અને અગ્રસચિવ ની કમિટી દ્વારા દિવ્ય ત્રિવેદીને ગુજરાત રાજ્ય યુવા એવૉર્ડ માટે ની પસંદગી કરાઈ હતી .

અત્રે ઉલ્લેખનીય છે કે એવૉર્ડ સમારંભમાં માનનીય મુખ્યમન્ત્રીશ્રી વિજયભાઈ રૂપાણી , માનનીય મન્ત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ , અગ્રસચિવ શ્રી સી વી સોમ સાહેબ , ચેરમેન શ્રી પંકજ ભટ્ટ , રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશુપાલસિંહ રાજપૂત , પ્રદેશ ભાજપ યુવા મોરચાના અદયક્ષ ઋત્વિજભાઈ પટેલ , જીગરભાઈ ઇનામદાર સહીત તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્ય ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા હતા.પોતાને મળેલ ૨૧ હજારનો ચેક દિવ્ય ત્રિવેદી શહીદ થયેલ પોલીસ જવાનોના વેલ્ફેર બોર્ડ માં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને મળીને ચેક સહાય રૂપે અર્પણ કરશે.મહારાણા પ્રતાપ , શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી , શ્રી અટલબિહારી વાજપેયીજી અને શ્રી નરેન્દ્ર મોદીજીને દિવ્ય પોતાના આદર્શ માને છે અને તેમના જીવન ચરિત્રની પુસ્તકો વાંચીને સમાજ સેવા ની પ્રેરણા મેળવી રહ્યો છે.અને “પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ , હું તો પડકાર ઝીલનારો માણસ છું ” સૂત્રને પોતાનું જીવન સૂત્ર માનીને સમાજ સેવા કરી રહ્યો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!