છાપરી અને જાંબુડી બોર્ડર બંદ થતા ફોલ્ડરો ગાડીઓ ચેક કરતા થઇ ગયા, નિર્દોષ લોકો હેરાન પરેશાન

Spread the love
ગુજરાત ના લોકપ્રિય મુખ્યમંત્રી વિજય રૂપાણી અને દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ ની જનતા હેરાન પરેશાન ન થાય તે માટે વિવિધ પગલાંઓ લઇ રહ્યા છે ત્યારે ગુજરાત ના ડી જી પી દ્વારા ગુજરાત ની બોર્ડરો હટાવવાનો આદેશ કર્યો હતો આ નિર્ણય થી ગુજરાત અને અંબાજી ની જનતા મા ભારે ખુશી જોવા મળી હતી પણ શનિવારે બનેલી ઘટના એ ફોલ્ડર રાજ ની પોલ ખોલી નાંખી હતી ,અંબાજી આસપાસ જાંબુડી અને છાપરી ગુજરાત બોર્ડર આવેલી હતી જે બોર્ડરો બંદ થઇ જતા આ વિસ્તાર થી આવતા લોકો ને પોલીસ ની હેરાનગતી નો સામનો કરવો પડતો ન હતો ,પણ હાલ અંબાજી મા નવા આવેલા પીઆઇ ઠંડા થઇ જતા માથાભારે અને ફોલ્ડરરાજ શરુ થઇ ગયું છે ,અંબાજી મા દૂધ કરતા દારૂ નું વેચાણ પુષ્કળ પ્રમાણ મા થાય છે.
શનિવારે રાત્રે અમીરગઢ પાસે થી પસાર થઈ અંબાજી તરફ આવતા ડિસા ના એક કાર વાળા ભાઈ ને રાજસ્થાન માવલ પોલીસ ચોકી પર ફરજ બજાવતા એક ફોલ્ડર યે અંબાજી મા  પોલીસ ફોલ્ડર ની છાપ ધરાવતા એક સફેદ કાર(કાળા કાચ) વાળા ને જાણ કરતા આ અંબાજી નો ફોલ્ડર્સ શીતળા માતા મંદિર પાસે પોતાની ખાનગી જીપ લઈ ઊભા રહેતા સામે થી આવતી ડિસા વાળા ભાઈ ની કાર રોકવી હતી અને ચેક કરવા માટે નીચે ઉતરવાનું કહેતા આ કાર માં બેઠેલા ભાઈ યે સાદી જીપ અને ખાનગી ડ્રેસ માં હાજર ફોલ્ડર પાસે પોલીસ નું આઇ કાર્ડ માંગતા આ ફોલ્ડર યે ગાળા ગાળી કરી હતી અને જ્યારે હવે તોડ ન થવાનો હોય તેને અંબાજી પોલીસ ના પોતાના મળતિયા કોન્સ્ટેબલ ને જાણ કરી કેસ દાખલ કરાવ્યો હતો.
અંબાજી ખાતે ચંદુજી પીઆઇ હતા ત્યારે અંબાજી ના જાગૃત પત્રકાર ઉમેશ ઠાકુર યે ડીએસપી નીરજ  બડગુર્જર ને પુરાવા સાથે ફરિયાદ કરતા અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩ કોન્સ્ટેબલ ની બદલી કરવામાં આવી હતી ૧, જય કરણ ગઢવી ૨, રાજેશ ગઢવી ૩, પૂંજા ભાઈ  જ્યારે ૨ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેમાં અતુલ ચૌધરી અને મહેશ નામના પોલીસ જવાનો હતા  આ અંબાજી ના ફોલ્ડર્સ  ની ભૂલ ના કારણે અંબાજી ખાતે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૫ પોલીસ જવાનો ની કારકિર્દી ખરાબ થવા પામી હતી.
ચંદુજી પીઆઇ ની પણ તાત્કાલિક ધોરણે આ ફોલ્ડર્સ ને કારણે સિહોરી ખાતે બદલી કરવામાં આવી હતી ત્યારબાદ અંબાજી ખાતે આવેલા પીઆઇ કે એસ ચૌધરી અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તે સમયે આ પોલીસ ફોલ્ડર છાપ ધરાવતાઆ ફોલ્ડર અંબાજી પોલીસ સ્ટેશનમાં પગ મૂક્યો ન હતો પણ જ્યારથી કે એસ ચૌધરી સાહેબ ની બદલી થઇ છે ત્યારથી અંબાજી ખાતે નવા આવેલા બાહોશ પીઆઇ અગ્રાવત આ ફોલ્ડર્સ ને પોલીસ સ્ટેશનમાં બોલાવતા થઈ ગયા છે તેવી ચર્ચા યે ભારે જોર પકડ્યું છે.
અંબાજી પી.આઈ ભૂતકાળ નો ઇતિહાસ જાણી લે નહિ તો તેમને પણ અંબાજીથી ફોલ્ડર ના કારણે બીજે બદલી થશે અને બદનામી થશે, જ્યારથી અંબાજી ખાતે નવા પીઆઇ આવ્યા છે ત્યારથી બોર્ડર બંદ થઈ ગયા બાદ પણ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમુક એક બે કોન્સ્ટેબલ  આ. ફોલ્ડર્સ સાથે મળી જાંબુડી બાજુ કે શીતળા માતા મંદિર તરફ દિવસે અને રાત્રે તોડ કરવા નીકળી પડે છે, ખાનગી ડ્રેસ સાથે ખાનગી વાહનો રોકાવી આ ફોલ્ડર પોતાની તોડ પાણી ની દુકા શરૂ કરી કાઢી છે
—- અંબાજી ની જનતા આ ટોળકી થી સાવચેત રહી, ટ્વીટર પર ફરિયાદ કરે —-
અંબાજી ની જનતાયે અને અંબાજી તરફ આવતા લોકો યે ખાસ આ વાત ની કાળજી રાખવી કે તમને ચેક કરવા વાળા માણસો પોલીસ ડ્રેસ માં છે કે કેમ? જો ખાનગી જીપ કે કાર વાળા માણસો સાદા ડ્રેસ માં તમને ચેક કરે તો તાત્કાલિક ગૂગલ મા સર્ચ કરી ડી જી પી, બોર્ડર રેન્જ આઇજી, ડી એસ પી સહિત ઉચ્ચ અધિકારીઓ ને  ફરિયાદ કરવી , એક તરફ ગુજરાત ના ડી જી પી જનતા હેરાન ન થાય તે માટે બોર્ડર હટાવે છે તો બીજી તરફ આજ પોલીસ સ્ટેશન ની હદ મા ફોલ્ડર ખાનગી જીપ લઈ સાંજે રસ્તા માં ઉભા રહી સામાન્ય નાગરિકો ને હેરાન પરેશાન કરી રહી છે
— શીતળા માતા મંદિર તરફ અને જાંબુડી તરફ સાંજે અને રાત્રે ફોલ્ડર નો ત્રાસ, કેટલાક પોલીસ કોન્સ્ટેબલ પણ શંકા ના દાયરામાં —
અંબાજી ખાતે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નવા નવા જુવાનીયા પોલીસ કોન્સટેબલ આટલા ઓછા પગાર મા કાર લઈને ફરજ બજાવતા હોય છે , બે પોલીસ ના જવાનો અંબાજી ખાતે તોડ પાણી કરવા ચર્ચા મા હોય છે , અંબાજી શીતળા માતા મંદિર તરફ અને જાંબુડી તરફ કેટલાક દિવસોથી આ ફોલ્ડર અને પોલીસ ના કેટલાક કોન્સ્ટેબલ તોડ પાણી કરી ગુજરાત પોલીસ નું નામ ખરાબ કરી રહી છે
— અંબાજી મા ટીનીયો ઠાકોર અને એક એકટીવા વાળી મહિલા ખુલ્લેઆમ દારૂ વેચે છે, નટ ડેરા મા પણ વિદેશી દારૂ વેચાય છે —
અંબાજીમાં સિંઘમ બનીને આવેલા પી.આઈ વધારે ઠંડીને કારણે ઠંડા થઇ ગયા છે અંબાજીમાં આટલી બદીઓ ચાલુ હોવા છતાં તેમને કંઈ દેખાતું નથી અને માં અંબા ના ધામ મા માતાજી નું નામ ખરાબ થઈ રહ્યું છે, ટીનીયો આઠ નંબર મા ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચે છે અને જાહેર મા કહે છે કે હું તો પીઆઇ અને ડી એસ પી ઓફિસ સુધી હપ્તા આપુ છુ કોઈ મારું બગાડી શકે નહિ સાથે એક મહિલા બુટલેગર પણ અંબાજી મા એકટીવા મા દારૂ નો વેપાર કરી રહી છે

 

Right Click Disabled!