કડી ના સેવાભાવી સંગઠન ફાઉન્ડેશન અને વી.એચ.પી.દ્વારા માનવતા નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડાયું
મકર સંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે કડી માં સેવાનો પર્યાય બની ચૂકેલ સંગઠન ફાઉન્ડેશન અને વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કડી ની ભાગ્યોદય જનરલ હોસ્પિટલના દર્દીઓને અને ઝૂંપડપટ્ટીમાં રહેતા નાના ભૂલકાઓને ફળફળાદી અને કચરિયું તથા તલની ચીકી,સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.માનવતા ની સુગંધ પ્રસરાવનાર કાર્યમાં મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શૈલેષભાઇ પટેલ,કડી પાલીકા ઉપપ્રમુખ નિલેશભાઈ નાયક,કડી વી.એચ.પી.ના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ,જગદીશભાઈ પટેલ(બિલ્ડર) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.