મોડાસામાં કેનેરા બેન્કનું એટીએમ ગેસકટરથી કાપી રૂ ૧.૩૭ લાખની લૂંટ

Spread the love

મોડાસા,
મોડાસાના માલપુર રોડ ઉપર આવેલી કેનેરા બેન્કમાં મંગળવાર મોડી રાત્રે એટીએમને ગેસ કટર દ્વારા તોડી લુંટારું ૧,૩૭,૮૦૦ની લુંટને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. ગેંગે પોતાની ઓળખ છુપાવવા બેન્કમાં રહેલા સીસીટીવી કેમેરા ઉપર બ્લેક કલરનો સ્પ્રે છાંટી અંજામ આપ્યો હતો અને ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા.

કેમેરાની રેકો‹ડગની કેસેટ અને ડીવીઆર પણ સાથે લઈ જતાં આ પ્રકારની હરકતથી રીઢા ગુનેગારો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. સીસીટીવી પર છાંટેલ સ્પ્રેની બોટલ અને પાણીની બે બોટલ એટીએમમાં છોડીને રફુચક્કર થઈ જતા ગેંગે ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા પાણીની બોટલ કઈ હોટલમાંથી ખરીદી હોવાથી પોલીસ બાયડથી મોડાસા સુધીના હાઈવે પર આવેલી હોટલોના સીસીટીવી તપાસે તો લૂંટારુઓ સુધી પહોંચવા મહ¥વની કડી સાબિત થઇ શકે છે.
મોડાસા ટાઉન પીઆઇ એસ.એન.પટેલે જણાવ્યું કે, બાયડથી પસાર થતાં માર્ગો ઉપર તેમજ મોડાસા ટાઉન વિસ્તારના માર્ગો ઉપર સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરાઇ રહ્યો છે. આ કેસ સંદર્ભે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લેવાશે. બાયડ અને મોડાસામાં થયેલી ચોરીની મોડ્‌સ ઓપરેન્ડી સરખી લાગતી હોવાથી ટેકનીકલ તપાસ ઉભી થઈ છે. બંને ચોરીઓમાં આંતરરાષ્ટÙીય ગેંગ હોવાની શક્્યતા વ્યક્ત કરાઇ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!