મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજમાં NCC “B” સર્ટીની પરીક્ષાનું આયોજન

મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજમાં NCC “B” સર્ટીની પરીક્ષાનું આયોજન

નાગલપુર સ્થિત મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ ખાતે તા.૧૪ અને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ મહેસાણા બનાસકાંઠા જિલ્લાની NCC “B” સર્ટીની પ્રાયોગિક તથા લેખિત પરીક્ષા નાગલપુર કોલેજમાં યોજાઈ હતી. NCC ની ૭ અને ૩૫ બટાલીયન ની સંયુક્ત NCC “B” સર્ટીની પરીક્ષામાં ૬૫૦ કેડેટ્સ એ શસ્ત્ર સંચાલન, નકશાવાંચન, ડ્રીલ, પર્સનાલીટી, કોમ્યુનીકેશન વગેરે વિષયની પ્રેક્ટીકલ અને લેખિત પરીક્ષા બે દિવસ ચાલી હતી. સદર પરીક્ષાનું આયોજન તથા સંચાલન NCC ના ઓફિસર વિપુલ બી. ઓડીચ તથા ૭ ગુજરાત બટાલીયનના સુબેદાર મેજર બલજીન્દરસીંગ દ્વારા પાર પડ્યું હતું.

આ ઉપરાંત ૭ ગુજરાત બટાલીયનના ક્માંન્ડીગ ઓફિસર શ્રી ગૌરવ શર્મા સાહેબ NCC પી.આઈ. સ્ટાફ, ઓફીસ સ્ટાફ કોલેજના સ્ટાફ મિત્રો આ પરીક્ષાને સફળ બનાવવામાં ખુબજ મદદ કરી હતી. કોલેજના આચાર્યશ્રી ડૉ.ડી.આર.પટેલ સાહેબ આ સફળ NCC “B” પરીક્ષાના આયોજન બદલ બધા સ્ટાફનો સહ હદય આભાર વ્યક્ત કર્યો છે. તા.૨૨,૨૩ ફ્રેબ્રુઆરી ૨૦૨૦ માં દિવસોમાં NCC “C” સર્ટીફીકેટની પરીક્ષા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ, મહેસાણામાં યોજાશે.

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!