દારૂની બાતમી આપનાર યુવતી પર બુટલેગરે એસિડ એટેકનો પ્રયાસ કર્યો

દારૂની બાતમી આપનાર યુવતી પર બુટલેગરે એસિડ એટેકનો પ્રયાસ કર્યો

અમદાવાદ,
વાડજ વિસ્તારમાં આવેલી હનુમાન પુરાની ચાલીમાં ગત મોડી રાતે એક બનાવ બનવા પામ્યો હતો. જેમાં દારૂની બાતમી આપનાર યુવતી પર લિસ્ટેડ બુટલેગરે એસિડ એટેકનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની વાત કરીએ તો, હનુમાનપુરાની ચાલીમાં રહેતી યુવતીએ વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમા આરોપી કિરીટ ઉર્ફે જેન્ગો દંતાણીએ યુવતીને ફોન કરી ધમકી આપ્યા બાદ તેના પર એસિડનો હુમલો કરવા માટે પ્લાસ્ટીકની બોટલમાં એસિડ ભરી યુવતીના ઘર સુધી પહોંચી ગયો હતો. જે અંગે વાડજ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા આરોપી કિરીટ અગાઉ પણ સંખ્યાબંધ ગુનામાં પોલીસ ચોપડે નોંધાયેલો છે. જેમા દારૂ અને મારામારીના ગુના છે. પરંતુ સ્થાનિકો જે પ્રમાણે આક્ષેપ કરી રહ્યા છે કે, પોલીસ આરોપીને છાવરી રહી છે. તે અંગે પણ ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરી રહ્યા છે. પરંતુ આરોપી કિરીટે જ્યારે એસીડ એટેકની ધમકી આપી ત્યાર બાદ સ્થાનિકોએ તેને માર મારતા તે હોÂસ્પટલમાં સારવાર લઈ રહ્યો છે. પરંતુ પોલીસ નજીકના ભવિષ્યમાં તેની ધરપકડ કરશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!