જિલ્લા રોજગાર કચેરી ભરૂચ તરફથી આર્મીમાં ભરતી અંગે નિ:શુલ્ક તાલીમનું આયોજન

Spread the love

ભરૂચ,
જિલ્લા રોજગાર કચેરી ભરૂચ તરફથી આર્મીમાં ભરતી અંગે ટુંક સમયમાં નિ:શુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવનાર છે. આ નિ:શુલ્ક તાલીમમાં ૩૦ વિદ્યાર્થીઓને આર્મી ભરતી પુર્વેની તાલીમ આપવામાં આવશે. જેના માટે ૧૭ થી ૨૦ વર્ષની વયજુથના ધોરણ ૧૦ પાસ ૫૦ ટકા થી વધુ માર્ક્સ ધરાવતા અને ૧૬૮ સેમી થી વધુ ઉંચાઈ ધરાવતા ૭૭ થી ૮૮ સેમી છાતી કુલાવી શકતા ઉમેદવારો ભાગ લઈ શકશે. જેમાં ૧૬૦૦ મીટરની દોડ ૬ મિનિટ ૧૦ સેકન્ડમાં પુરી શકતા ઓછામાં ઓછી આઠ પુલપ્સ કરી શકતા હોય તેવા ઉમેદવારોને જ ૩૦ દિવસની નિ:શુલ્ક તાલીમમાં પસંદગી પામી ભાગ લઈ શકશે. આ તાલીમ માટે ઉમેદવારો એ ઓરીજનલ માર્કશીટ, લીવિંગ સર્ટીફિકેટ, જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડની નકલ અને ફોટો સાથે તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ સાથે જિલ્લા રોજગાર કચેરી ભરૂચનો સંપર્ક કરવા રોજગાર કચેરી(જન) ભરૂચે એક અખબારી યાદીમાં જણાવેલ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!