જેતપુરમા સીટી કાઉન્સીલ ઓફ જેતપુર દ્વારા રવિવારે 98 દિકરીઓના સમૂહ લગ્ન યોજાશે

Spread the love

આગામી 1 માર્ચ ના રવિવારે જેતપુર માં 98 દીકરીઓ પ્રભુતા ના પગલાં પાડશે સ્વ વિઠલ ભાઈ રાદડિયા ના સ્મરણાથે અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા ના સહયોગ થી આયોજિત આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન માં કરિયાવર મા દીકરીઓને 100થી વધુ વસ્તુ ઓ આપવામાં આવશે સમૂહ લગ્ન નિ સાથોસાથ અમરેલી નિ સાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ બ્લડ બૅંક અમરેલી દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ છે વિસ વરસ જૂની સંસ્થા સીટી કાઉનીશીલ ઓફ જેતપુર દ્વારા પહેલી માર્ચ ના રોજ જેતપુર મુકામે ધોરાજી રોડ પર આવેલ લેઉવા પટેલ સમાજ પાર્ટી પ્લોટ નિ બાજુમા પંદર મા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં 98 નવદંપતીઓ લગ્ન ગ્રથી માં જોડાશે સ્વ વિઠલ ભાઈ રાદડિયા ના સ્મરણાથે તેમજ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા સહયોગ થી આયોજિત આ સમૂહ લગ્નમાં કરિયાવર માં દીકરીઓ ને સોથી વધુ વસ્તુ આપવા માં આવશે આ સમૂહ લગ્ન નિ તડામાર ત્યારી જયેશભાઇ રાદડિયા નિ દેખરેખ હેઠળ ચાલી રહી છે રાજ્ય મંત્રી પોતે અંગત રસ લઈ દરેક મેમ્બર ને માર્ગદર્શન આપી રહ્યા છે જેથી કરીને કોઈ પણ કચાસ રહે નહીં જેથી સમૂહ લગ્ન ના પ્રમુખ રજની ભાઈ દોંગા.સેકટરી મનહર ભાઈ વ્યાસ પો ચેરમેન પ્રવીણ ભાઈ નંદાણીયા વગેરે આયોજન ને આખરી ઓપ આપી રહ્યા છે.

આ સમૂહ લગ્ન ના ઉદ્ઘાટન પ્રંસગે જયેશભાઇ રાદડિયા. કુંવરજી ભાઈ બાવળીયા. ધર્મેન્દ્ર સિંહ જાડેજા. રમેશભાઈ ધડુક. જયરાજ સિંહ જાડેજા ઉપસ્થિત રહશે આ સંસ્થા ના આગેવાનો એજણાવેલ કે વિસ વરસ જૂની આ સંસ્થા માં ચાલીસ સભ્યો છે આ સંસ્થા દ્વારા જન્માષ્ટમી મેળો.સર્વરોગ નિદાન કેમ્પ. પશુરોગ નિદાન કેમ્પ જેતપુર માં ઇલેક્ટ્રિક સ્મસાન માં આર્થિક સહયોગ જૂની ગર્લ્સ સ્કૂલ નું રીનોવેશન. એમ્બ્યુલેન્સ પાણી ના પરબ બાંધવા જેવી સેવાકીય પ્રવૃતિ કરે છે આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા જેન્તીભાઇ રામોલીયા. પ્રવીણ ભાઈ ગજેરા વસન્તં ભાઈ પટેલ . મનીશ ભાઈ કરેડ સહીત સંસ્થા ના મેમ્બરો મહેનત કરી રહ્યા છે

હરેશ ભાલીયા (જેતપુર)

Admin

Admin

9909969099
Right Click Disabled!