શારીરિક સંબંધ એન્જૉય કરવામાં કોણ આગળ છે – શાકાહારી કે માંસાહારી?

શારીરિક સંબંધ એન્જૉય કરવામાં કોણ આગળ છે – શાકાહારી કે માંસાહારી?
Spread the love

સામાન્ય રીતે લોકો શારીરિક સંબંધ વિશે વાતચીત કરવાનુ પસંદ નથી કરતા. તે આ વિશે ખુલીને વાત કરતા ખચકાય છે. કદાચ એ પણ એક કારણ છે કે સેક્સ સાથે ઘણી ખોટી અફવાઓ પણ જોડાયેલી છે જેની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પુષ્ટિ થઈ નથી. લોકોના ખાનપાનનો સંબંધ પણ સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ સાથે જોડાયેલો માનવામાં આવે છે. ઘણા લોકોનુ એ મંતવ્ય છે કે નૉન વેજિટેરિયન લોકો શાકાહારી લોકોની તુલનામાં પોતાની સેક્સ્યુઅલ લાઈફ વધુ એન્જૉય કરતા હોય છે. હાલમાં જ આ અંગે માહિતી મેળવવા માટે એક સંશોધનનો સહારો લેવામાં આવ્યો કે શાકાહારી અને માંસાહારી લોકોમાંથી કોણ વધુ પોતાની અંગત પળોનો વધુ આનંદ લઈ શકે છે. આ સંશોધનમાં એ વાત માલુમ પડી કે શાકાહારી લોકો નૉન વેજિટેરિયન લોકોના મુકાબલે પોતાની સેક્સ લાઈફ વધુ સારી રીતે એન્જૉય કરે છે.

નૉન વેજિટેરિયન લોકો બેડ પર થઈ જાય છે સ્વાર્થી

નૉન વેજિટેરિયન લોકો બેડ પર થઈ જાય છે સ્વાર્થી

બ્રિટનની Hucknall Dispatch દ્વારા સર્વેક્ષણ કરાવવામાં આવ્યુ જેમાં માલુમ પડ્યુ કે બેડ પર માંસાહારનુ સેવન કતા લોકો સ્વાર્થી હોય છે. સાથે જ તે શાકાહારી લોકોની તુલનામાં પોતાની સેક્સ્યુઅલ લાઈફમાં દુઃખી હોય છે. આ શોધમાં ભાગમાં લેનાર શાકાહારી લોકો (57%)એ જણાવ્યુ કે તે એક સપ્તાહમાં ત્રણથી ચાર વાર શારીરિક સંબંધ બનાવે છે. વળી, માંસાહારી લોકો(49%)એ જણાવ્યુ કે તે સપ્તાહમાં એકથી બે વાર જ પોતાના પાર્ટનર સાથે સેક્સ કરે છે. અભ્યાસ બાદ આવેલા રિપોર્ટથી એ માલુમ પડે છે કે શાકાહારી લોકોની ઈન્ટીમેટ લાઈફ માંસાહારનુ સેવન કરતા લોકોના મુકાબલે વધુ સારી અને સંતોષજનક હોય છે.

શાકાહારી લોકો સેક્સ ઉપરાંત ફોરપ્લેમાં વધુ સારા આ અભ્યાસમાં શામેલ લોકોની મદદથી બીજા પણ ઘણી વાતો જાણવામાં મદદ મળી છે. શાકાહારી લોકોમાંથી 95 ટકા લોકોએ માન્યુ કે તે પોતાની સેક્સ્યુઅલ લાઈફથી સંતુષ્ટ છે. એટલુ જ નહિ શાકાહારી લોકો સેક્સનો 92%, ફોરપ્લેનો 88% અને ડર્ટી ટૉકનો 35% આનંદ લઈ શકે છે.

પ્લાન્ટ બેઝ્ડ ડાયેટથી પર્ફોર્મન્સ થાય છે સારુ આ અભ્યાસના નિષ્કર્ષ સુધી પહોંચવા માટે યુકેની એકસ્ટ્રા મેરિટલ પોર્ટલ IllicitEncounters.com એ 500 શાકાહારીલોકોને શામેલ કર્યુ જેમાંથી 38 ટકા લોકો વેગન ડાયેટ લેનારા હતા અને આ ઉપરાંત 500 લોકો માંસાહારનુ સેવન કરનારા લોકો હતા. આ અભ્યાસન મદદથી એ માલુમ પડે છે કે પ્લાન્ટ બેઝ્ડ ડાયેથી શરીરને વધુ એનર્જી મળે છે. આ ડાયેટમાં ઝિંક, વિટામિન બીની માત્રા વધુ રહે છે જે લોકોની કામેચ્છાને વધારે છે. ઉલ્લેખનીય છે કે કામેચ્છા વધારવા માટે કેળા, એવાકાડો જેવી વસ્તુઓને વધુ લાભદાયક માનવામાં આવે છે. આના સેવનથી સેરોટોનિન હોર્મોનનો સ્ત્રાવ યોગ્ય રીતે થાય છે જે સેક્સ ડ્રાઈવને વધારવા સેક્સ્યુઅલ લાઈફને વધુ સારી બનાવે છે.

(સ્રોત – oneindia.com)

Admin

Admin

9909969099
Right Click Disabled!