તબીબી સાધનો અને ઉપકરણોમા ખાનગી હોસ્પીટલો પણ વધારે ભાવ લઇ શકશે નહી

તબીબી સાધનો અને ઉપકરણોમા ખાનગી હોસ્પીટલો પણ વધારે ભાવ લઇ શકશે નહી
Spread the love

તારીખ ૧૨/૦૩/૨૦૨૦ ના રોજ એસ. ડી. આર્ટ્સ એન્ડ બી. આર. કોમર્સ કોલેજ, માણસા (જિલ્લો ગાંધીનગર ) ખાતે નેહરૂ યુવા કેન્દ્ર આયોજિત “ યુથ પાર્લામેન્ટ “ વિષય અંતર્ગત યોજાયેલ એક શૈક્ષણિક કાર્યક્રમ મા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર હેઠળ સ્વૈચ્છિક સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ શ્રી અનિલ કક્કડ એ અતિથિ વિષેશ તરીકે હાજર રહ્યા હતા.

તેઓએ પોતાના પ્રવચનમા શરૂઆતમા કવિ મેઘાણી ની પંક્તિ “ ઘટમાં ઘોડા થનગને આતમ વિંઝે પાંખ, ઓલી અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ “ ની યાદ અપાવી, કવિ નર્મદ ના શબ્દોમાં ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે “ અને સ્વામી વિવેકાનંદનો સંદેશ “ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યા સુધી મંડયા રહો “ ની યાદ સાથે દેશની યુવા શક્તિ ને બિરદાવી હતી. યુવા વર્ગમાં જોશ, જુવાની, તરવરાટ, થનગનાટ, શક્તિ અને સામર્થય છે. છતા વર્તમાન પરિસ્થિતિ ધ્યાન ઉપર લેતા કાંઇક ખુટતુ હોય તેવુ જણાય છે. મનુષ્ય જીવનની ત્રણ અવસ્થા પાડવા મા આવી છે.

જેમાં યુવાવસ્થા, ગૃહસ્થાવસ્થા અને પ્રૌઢાવસ્થા છે. જીવનમા કોઇપણ કાર્ય કરવા માટે સમય, શકિત અને નાણા જરૂરી છે. યુવાનો પાસે સમય અને શકિત છે પણ નાણા નથી. ગૃહસ્થાશ્રમમાં વ્યકિત પાસે શકિત-નાણા છે પણ સમય નથી અને પ્રૌઢાવસ્થામાં વ્યકિત પાસે સમય છે, નાણા છે પરંતુ શકિત નથી. જો યુવાનો આ ત્રણેય બાબતો નો સમન્વય કરી એકસૂત્રતા અને સંકલન સાધી શકે તો દેશમાં આવનારી પેઢીને તેની મોટા ભાગની સમસ્યા ઓ માથી ચોક્કસ પણે મૂક્ત કરાવી શકાશે.

 

 

વિશ્વ ભરમા તારીખ ૧૫ માર્ચ ના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે બાબત ને લક્ષમા લઇ શ્રી કક્કડ એ જણાવ્યુ હતુ કે તાજેતર મા નવી પોલીસી મુજબ કેન્દ્ર સરકાર ની નેશનલ ફાર્માસ્યુટીક્લસ પ્રાઇસીંગ ઓથોરીટી, નવી દિલ્હી દ્વારા સારવારમા વપરાતા તબીબી સાધનો અને ઉપકરણો જેવા કે હૃદયમા બેસાડવામા આવતા સ્ટેન્ટ, હાડકાના ઓપરેશનમા વપરાતા જરૂરી સળિયા, પ્લેટ, ઘુંટણ ની ઢાકણી, થાપા ના હાડકા ના ગોળા (Articulate Surface Replacement) વિગેરે ના છૂટક મહત્તમ ભાવો નક્કી કરી આપ્યા છે. જે આદેશ મુજબ તેનુ પાલન કરવાનુ દેશની તમામ ખાનગી હોસ્પિટલો માટે પણ ફરજિયાત બનાવવામા આવ્યુ છે.

આ આદેશ મા કરવામા આવેલી વધારાની ખાસ જોગવાઇઓ મુજબ જ્યારે પણ કોઇ ખાનગી હોસ્પિટલ તેના દર્દી ને ફાઇનલ બીલ ઇસ્યુ કરે ત્યારે તેમા ઓપરેશનમા વપરાતા સ્ટેન્ટ, હાડકાના સળિયા, પ્લેટ, ઘુંટણ ની ઢાકણી, થાપા ના હાડકા ના ગોળા (Articulate Surface Replacement) વિગેરે ની કેટલી કિમત વસૂલ કરવામા આવી અને જે તે તબીબી સાધનો અને ઉપકરણો ના ઉત્પાદક, બેચનંબર, ઇમ્પોર્ટેડ હોય તો તે સાથે ની માહિતી ફાઇનલ બીલ મા ચોક્કસ અને અલગ રીતે દર્શાવવા નુ ફરજિયાત બનાવવામા આવ્યુ છે.

આ આદેશ નુ પાલન દેશના અમુક શહેરોમા ન થવાના કેટલાક કિસ્સાઓ પણ નેશનલ ફાર્માસ્યુટીક્લસ પ્રાઇસીંગ ઓથોરીટી, નવી દિલ્હી ના ધ્યાન ઉપર આવતા આવી ક્ષતિ કરનાર ખાનગી હોસ્પિટલ ને નોટિસો આપી તેમની સામે નેશનલ ફાર્માસ્યુટીક્લસ પ્રાઇસીંગ ઓથોરીટી, નવી દિલ્હી એ જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી છે. કોલેજ ના આચાર્ય શ્રી. ડૉ. હાસ્યદા પંડયા, નેહરૂ યુવા કેન્દ્ર ના પદાધિકારીઓ અને સ્ટાફ ગણ તરફથી પ્રાસંગિક પ્રવચનો સાથે મીટીંગ ને સફળ બનાવવા ના પ્રયાસો થયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!