જૈન સોશ્યલ ગૃપ ગાંધીનગર ધ્વારા સભ્યો માટે મેડીકલ ચેક અપ કેમ્પ તથા વંસતોત્સવ-૨૦૨૦ની ઉજવણી
ગાંધીનગરશહેરની અગ્રણી સેવાકીય સસ્થા જૈન સોશ્યલ ગૃપ ગાંધીનગર ધ્વારા તા.૧૦/૦૩/૨૦૨૦ ના ધુળેટીના દિવસે સભ્યો માટે ખાસ સ્વાસ્થય ચકાસણી પ્રોગ્રામ અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન શાંતિ લેબોરેટરી નારણપુરા અમદાવાદના સૌજન્યથી કરવામાં આવેલ હતુ. જેમાં સભ્યોએ ઉત્સાહ પુર્વક સ્વાસ્થય ચકાસણી કરાવેલ હતી. તે દિવસે ગૃપ ધ્વારા વંસતોત્સવ-૨૦૨૦ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ હતુ. જેમા મોજ, મજા અને મસ્તી જેવા માહોલમાં ૩૦૦ થી પણ વધારે સભ્યો મ્યુઝીકસ ઈવેન્ટ અને વિવિધ ગેમશોની મજા માણી હતી. ગેમશોમાં દરેક વિજેતાઓને ઈનામો આપવામાં આવેલ હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ગૃપના પ્રમુખશ્રી મધુસુદન વોરા ધ્વારા ચાલુ વર્ષમાં કરેલ સેવાકીય કાયક્રમોની રૂપરેખા જણાવી હતી. અને અત્યાર સુધીમાં ૬૬ જેટલા પોગ્રામ કરી ચાલુ વર્ષે આ ગૃપ ધ્વારા સમગ્ર ગુજરાત રીજીયનમાં અગ્રેસર રહેવા બાબતે જાણકારી આવેલ હતી. તેમજ પુર્વ પ્રમુખશ્રી રમેશભાઈ ગાંધી ધ્વારા સંસ્થાના પ્રમુખશ્રી મધુસુદન વોરાને જૈન સોશ્યલ ઈન્ટરનેશનલ ફ્રેડ્રરેશન ધ્વારા સંમધાનિક પ્રવૃતિઓ માટે ગુજરાત રીજીયનના ચેરમેન તરીકે થયેલ નિમણુંકને બિરદાવી અભિનંદન પાઠવેલ હતા. કર્યક્રમનું સંચાલન ગ્રુપના મહિલા સભ્ય શ્રીમતી વિણાબેન વોરા ધ્વારા કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાંપુર્વ પ્રમુખો, કારોબારી સભો અને મોટી સંખ્યામાં સભ્ય દંપતીશ્રીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અને હોળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.