ઉપલેટાના લાઠમાં ઠંડા પીણા વેચનારને 1000 હજારનો અને થુંકનારને નાં ને 500 નો દંડ કરાશે
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામે મહિલા સરપંચ દ્વારા ઠંડા ખાણીપીણી વેચતા દુકાનદારોને નોટિસ આપી હતી અને દુકાનદારોને ઠંડા પીણા ન વેચવા સૂચના આપવામાં આવી હતી હતી તેમજ આ સૂચનાનું પાલન ન કરનાર પાસેથી રૂપિયા એક હજારનો દંડ વસૂલવામાં આવશે તેમ જ જાહેરમાં મુકવા વાળા પાસેથી રૂપિયા 500 વસૂલવામાં આવશે ઉપલેટાના લાઠ ગામના મહિલા સરપંચ રશ્મિતાબા પૃથ્વીરાજસિંહ ચુડાસમા દ્વારા પોતાના ગામમાં કોરોના વાયરસના ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમને સાથે લઈ લાઠ ગામની દરેક ઠંડાપીણાની દુકાનો જઈને ઠંડા પીણા ન વેચવા નોટિસ આપવામાં આવી હતી અને જાગૃતતા અર્થે ઘરે ઘરે લોકસંપર્ક કરી ગ્રામજનોને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું ગામમાં દુકાનદારોને પોતાની દુકાનમાં આઈસ્ક્રીમ ગોલા દરેક જાતના ઠંડા પીણા સહિતના તમામ પ્રકારના ઠંડા વેચવાની મનાઇ કરવામાં આવી છે.આ સૂચનાનું પાલન ન કરનાર પાસેથી દંડ વસૂલવામાં આવશે અને પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ જ જાહેરમાં થુંકવાળા પાસેથી દંડ વસુલવામાં આવશે.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)