કોરોના કરતા પણ વધુ ખતરનાક ગુજરાતમા ભ્રષ્ટાચાર છે : લાભુભાઈ કાત્રોડીયા

કોરોના કરતા પણ વધુ ખતરનાક ગુજરાતમા ભ્રષ્ટાચાર છે : લાભુભાઈ કાત્રોડીયા
Spread the love
  • કોરોના જેવા રોગ આવે ને જાય.ભ્રષ્ટાચાર નો રોગ અખંડ,અજર ને અમર બની ગયો છે
  • રાજનીતિ ને ભરડો લેનાર ભ્રષ્ટાચાર સર્વ વ્યાપક બન્યો છે

દેશમાં અને વિશ્વમાં અનેક રોગ આવ્યા ને ગયા,પરંતુ ભ્રષ્ટાચાર નામનો રોગ કંટ્રોલ પણ નથી થતો.નાબૂદ થવાની વાત તો હવે વિશ્વાસ વિનાની બની ગઈ છે. રોગ કોરોના નો હોય,પ્લેગ નો હોય,ડેન્ગ્યુ હોય,શીતળા હોય કે જીવલેણ કેન્સર આં બધાજ રોગ નો ઉકેલ છે.વહેલા કે મોડા તેની દવાઓ ની શોધ થતાં,ગમે તેવા રોગ નાબૂદ કરી શકાય છે,અને કંટ્રોલ પણ કરી શકાય છે. ડાયા બીટીશ જેવા રોગ ને પણ કંટ્રોલ તો કરી જ શકાય છે.

એક માત્ર ભ્રષ્ટાચાર નો રોગ વિશ્વવ્યાપી બન્યો છે,તેનું પ્રમાણ ગુજરાત મા નોંધ પાત્ર છે.રાજનીતિ ના દાવ પેચ નો ભોગ બની ને ગુજરાતીઓ ડરપોક બની ગયા છે. સ્વાર્થી બની ગયા છે.જે લાંચ આપે,કટકી કે બટકી નું આપે તે ક્યારેય વ્યવસ્થા નો સહારો પણ લેતા નથી. એટલે તો લાંચ લેવા કે માંગવા વાળા ની હિંમત મા વધારો થયો છે.

એ.સી.બી. આ લાંચિયા બાબુઓ અધિકારી હોય કે પદાધિકારીઓ માટે નો અકસીર ઈલાજ છે.પરંતુ તેની અસર ક્ષણિક બની ગઈ છે, કારણ શાસકો પોતે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતી નથી.લાંચ લેતા પકડાયેલા ને પણ નોકરી મા ચાલુ રાખવા પડે તેવી વ્યવસ્થા છે. જરૂર વ્યવસ્થા ના પરિવર્તન ની છે.પરંતુ પ્રજા એ બાબતે વારે વારે છેતરાઈ છે. બેકાર અને બેરોજગાર યુવા પેઢી ની મોટી ફોજ હોવા છતાં સરકાર ભ્રષ્ટ બાબુઓ થી જ ચાલે છે.

કદાચ કાયદાઓ તો ઘણા નાબૂદ પણ થયા અને નવા પણ બન્યા,પરંતુ ભ્રષ્ટાચારી એક વાર પકડાયા પછી તેને સંપૂર્ણ ઘેર બેસાડવા માટેનો કાયદો નથી બનતો,કે નથી સુધરતો. અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરે છે, લાંચ,કમિશન,કટકી – બટકી ની ધોમ ધોમ કમાણી કરે છે. આ લાંચ કે ભ્રષ્ટાચાર દૂર કરવાનો કાયદો નથી બનતો,કે નથી બનવાનો. કારણ શાસકો નો ભ્રષ્ટાચાર અધિકારીઓ ઉપર નિર્ભર છે. સૌથી પહેલા અધિકારીઓ ને ખબર પડે છે. કારણ કે સહીઓ અધિકારી ની થાય છે.

રાજનેતાઓ નો ભ્રષ્ટાચાર અધિકારી ની મદદ વિના શક્ય નથી. ગુજરાત ભ્રષ્ટાચાર મા અગ્ર હરોળમાં છે,કારણ કે રૂપાણી શાસન તો રિમોટ કંટ્રોલ વાળું શાસન છે.આખા ગુજરાત માથી બે નંબરનું ઉઘરાવી બીજા લ્યે, અને રૂપાણીએ મો મલકવ્યા કરવાનું.જો તેનું મો મલકવવાનું ભૂલી જાય તો સત્તા ની ખુરશી બીજા પાસે ચાલી જાય..

વાતો ભલે ગમેતેવી કરે,પણ એ નેતાઓ ની વાતો કહેવાય, કાયદાનો ડર એમણે મોકલેલા માણસો કે ગુંડાઓ ને નથી,કારણ અગાઉ જવાબદારી લેવાઈ જાય છે.ગોધરા કાંડ હોય,જામિયા કાંડ હોય,દિલ્હી કાંડ હોય,કે યું.પી.ના રમખાણો હોય, આપણા દેશમાં ભલે પારદર્શકતા ની વાતો થાય,પરંતુ બંધ કમરા મા જે નિર્ણયો લેવાય છે,એવા જાહેરમાં નથી લેવાતા..

સરકાર કોઈ પણ પક્ષ ની હોય,કોઈ પક્ષ પાસે ચોક્કસ વિચારધારા નથી. વિચારધારા માત્ર ઓછા સમયમાં વધુ ભેળું કરવાની છે. આ મિશન માથી પ્રજા પણ બાકી નથી. અન્ના આંદોલન ની સફળતા માત્ર એટલીજ હતી કે તેને પ્રજાની દુખતી નસ દબાવી હતી.ગમે તેવી રાજકીય પાર્ટીઓ પડદા પાછળ થી હેન્ડલ કરે, આવું આંદોલન n થાય.દેશની પ્રજાની મુખ્ય બીમારી લાંચ અને ભ્રષ્ટાચાર હતી,માટે સૌ સ્વયંભૂ આંદોલિત થયા હતા.

એ અન્ના કે બાબા નું આંદોલન ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં ભલે સફળ ન થયું.પણ સત્તા પરિવર્તન કરવામાં સો ટકા સફળ થયું. સત્તામાં આવનારા ભલે પોતાની જાત ને કદાવર નેતાઓ ગણતા હોય, નેતાઓ કરતા મોટો કદાવર મુદ્દો હતો “ભ્રષ્ટાચાર”

ભ્રષ્ટાચાર ને જન આંદોલન બનાવી સત્તામાં આવનારા આ દેશમાં સૌથી મોટા ભ્રષ્ટાચાર સમર્થક સાબિત પણ થયા. જેણે આઝાદી ની લડત સમયે પણ અંગ્રેજી ની પેરવી કરી હોય તેવા લોકો આ ગાંધી કે સરદાર ની ભૂમિના ના નેતાઓ એ સત્તાની હાલત શું કરી.લોકો ને ઉપરા ઉપરી એટલી સમસ્યાઓ આપી કે કઈ સમસ્યાનો દુખાવો છે,તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે.

પ્રજા શાસકો થી ગળે આવી ગઈ છે,પણ જાય તો જાય ક્યાં, “સબ ડાલ પર ઉલ્લુ બૈઠા હૈ.”

અન્ના અને બાબા એ કરેલો દગો હવે કોના ઉપર ભરોસો કરવો..? લોંગ લાઇફ પ્રશ્નાર્થ બની ગયો છે.
કાયદાઓ ના સુધારા પ્રજા હિતને ધ્યાનમાં રાખીને થવા જોઈએ.પ્રજાની સમસ્યાઓ જે કાયદાઓ બનાવવાથી હળવી થાય તેવા કાયદાકીય સુધારા જરૂરી છે. પરંતુ આ સરકારે મોટા ભાગ નાં કાયદાકીય સુધારાઓ પ્રજાને વધુમાં વધુ કેમ લૂંટાય તેને ધ્યાને રાખીને કરવામાં આવ્યા છે.

ટેક્સ વધારીને લૂંટ ચાલે છે,પોલિસી પણ લૂંટનારી બનાવવામાં આવે છે.વિકાસ નાં નામે,ગરીબો ના નામે,ખેડૂતો ના નામે,રોજગારીના નામે ફક્ત લૂંટ..લૂંટ.,..ને લૂંટ જ ચાલે છે..

વિપક્ષ લાંબો સમય સત્તા ભોગવી ચૂક્યો હોય,સ્વ હિત માટેના નિર્ણયો નડે છે. શાસક વિપક્ષ “તેરી ભી ચૂપ,મેરી ભી ચૂપ”ના સૂત્ર ને સાર્થક કરી રહ્યા છે.સત્તા મા જવાની હોડ લાગી છે. આ “ડિજિટલ ઈંડિયા” પ્રજાને લાગુ પડે છે, નેતાઓને નહિ. ધારાસભ્યો, સંસદસભ્યો, તાલુકા – જિલ્લા કે નગર મા પણ લાખો ના વહીવટ થાય છે.શું આ ડિજિટલ લેતી દેતી હશે..?

સરકારે જેને આપ્યા,તેના ઘર માં કાળું નાણું કેશમાં પડ્યું હોય તેની કેમ રેડ નથી થતી..? સામાવાળા ના ઘેર લગ્ન પ્રસંગ હોય ત્યારે રેડ પડે છે. એક પછી એક આવેલા જીવલેણ રોગ ની દવા શોધાઈ છે. આ ભ્રષ્ટાચાર નામના રોગની દવા કેમ આઝાદી નાં ૭૦ વર્ષે પણ નથી શોધાઈ..? કદાચ અગાઉ ના શાસકો ને દેશ ચલાવવા ની ખબર નોતી પડતી.પણ ખબર પડે તેવા ને બેસાડ્યા, એતો બીજાને ઉઠાડી રહ્યા છે.
હવે ચિંતા કરવા ની જરૂર નથી, દેશ દેવાદાર અને બેકાર,ભીખારી બની ચૂક્યો છે.. “માંગને વાલે ફકીર બાબાને સબકો માંગને કે લિયે મજબૂર કર દિયા હૈ.” ફરી ભારત ને ભાંગી ભુક્કો કરવા માટે અંગ્રેજો ની જરૂર નથી, “અંગ્રેજીયત કાફી છે”

“ફૂટ ડાલો ઔર રાજ કરો”

શું આ દેશમાં ક્યારેય એવા કોઈ પરીન્દા સત્તામાં આવશે..? જે દેશ કે રાજ્ય માથી ભ્રષ્ટાચાર નામનો રોગ નાબૂદ કરી શકે..?

 

લી.
લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ : ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ
ભાવનગર (મો) 94265 34874

રિપોર્ટર :- તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક)

07 FB_IMG_1585051688243.jpg

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!