ધાનેરામાં કોરોના વાયરસને લઈને જનતાએ સજ્જડ બંધ પાળ્યો

ધાનેરામાં કોરોના વાયરસને લઈને જનતાએ સજ્જડ બંધ પાળ્યો
Spread the love

વિશ્વ આજે કોરોના વાયરસના કહેર થી બચવા માટે અને આવી બીમારી અન્યત્ર ન ફેલાય તે માટે નત-નવા પ્રયોગો કરતા હોય છે, જેમાં ગત તારીખ :- ૨૩/માર્ચ/૨૦૨૦ના રોજ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે લોકડાઉનના આદેશો જારી કરવા આવ્યા હતા તેમજ નક્કી કરેલા સમય મર્યાદા મુજબ રોજીંદા કાર્ય કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી. જેમાં ધાનેરા નગરપાલિકા દ્વારા સરકારના નિયમોનું પાલન કરી એક અગત્યનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.

જેથી ધાનેરા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા તા:- ૨૪/માર્ચ/૨૦૨૦ થી લઇ ૩૧/માર્ચ/૨૦૨૦ સુધી સવારે ૭:૦૦ થી બપોરના ૧૨:૦૦ વગયા સુધી રોજીંદા કાર્યો કરવા તે પછી સજ્જડ બંધ પાળવો. જેના ભાગરૂપે ધાનેરની પ્રજાએ સરકારના નિયમોનું પાલન કરી આજ રોજ ધાનેરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારની જનતાએ સરકારશ્રીને ભરપૂર સહયોગ આપી સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખી કાયદો ભંગ કરવાની કલમ આઈ.પી.સી એકટ 144 મુજબ ધરપકડ કરવામાં આવશે તેમજ તેવી વ્યક્તિ પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી સરકારશ્રીના નિયમોનું ધાનેરાની પ્રજાએ ખાસ ધ્યાન આપી સરકારશ્રીને પૂરેપૂરૂ સમર્થન કરવામાં આવ્યું.

રીપોર્ટર :- તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક)

20200324_154634-0.jpg

Admin

Tulsibhai

9909969099
Right Click Disabled!