ધનસુરામાં કોરોનાના કહેર વચ્ચે માનવતા મહેકી ઉઠી

ધનસુરામાં કોરોનાના કહેર વચ્ચે માનવતા મહેકી ઉઠી
Spread the love
  • ધનસુરાના ગ્રામજનોએ ચાલીને વતન જતા મજૂરો માટે વાહનો અને ચા-નાસ્તા ની વ્યવસ્થા કરી હતી.
  • કોરોનાના કહેર વચ્ચે માનવતા મહેકી ઉઠી

લોકડાઉનને લઈ ધનસુરા માંથી પોતાના વતન પરત જવા ધનસુરા માંથી જે મજૂરો પસાર થતા હતા એ મજૂરોને ધનસુરાના ગ્રામજનો,ગ્રામ પંચાયત, યુવાનો અને પોલીસે ચા નાસ્તાની વ્યવસ્થા કરી અને ઘર પહોંચવા માટે વાહનોની પણ વ્યવસ્થા કરી હતી.સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે 21 દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે જે લોકો ધંધા રોજગાર અર્થે જિલ્લા ની બહાર કામ અર્થે આવ્યા હતા એવા લોકો લોકડાઉન અને કોરોનાને લઈ આ વિકટ પરિસ્થિતિ ને લઈ પોતાના વતન પરત ફરી રહ્યા હતા.પોતાના વતન તરફ જતા મજૂરો ને વાહનો પણ મળતા ન હતા એવામાં પંચમહાલ, ગોધરા, દાહોદ, ડુંગરપુર તરફના શ્રમજીવીઓ ને વાહન વ્યવહાર ન મળવાથી ચાલીને પોતાનાં વતન તરફ જઈ રહ્યા હતા.

આ લોકોને મદદ કરવા ધનસુરા ના ગ્રામજનો આગળ આવ્યા હતા. અને મદદ કરી હતી.લોકો એ આ કાર્ય ની સરાહના કરી હતી.મજૂરો પરિવહનના સાધનોના અભાવે અટવાઈ ગયેલ હતા.તેઓ આ મુસીબત માં ચાલતા વતન તરફ જઈ રહ્યા હતા ત્યારે ધનસુરા માંથી જે મજૂરો પસાર થતા હતા એ મજૂરો ને ધનસુરા ના ગ્રામજનો,ગ્રામ પંચાયત,યુવાનો અને પોલીસે ચા નાસ્તાની વ્યવસ્થા કરી અને ઘર પહોંચવા માટે વાહનો ની પણ વ્યવસ્થા કરી હતી.ધનસુરા ના ગ્રામજનો યુવાનો,ગ્રામ પંચાયત અને પોલીસ ને આ સહાય ની લોકોએ સરાહના કરી હતી.

રીપોર્ટ। મનોજ રાવલ (ધનસુરા)

IMG_20200325_182518.JPG

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!