સુરતમાં ૨૫૦ બેડવાળી કોવિડ-૧૯ હોસ્પિટલ તૈયારઃ આજે ખૂલ્લી મૂકાશે

સુરતમાં ૨૫૦ બેડવાળી કોવિડ-૧૯ હોસ્પિટલ તૈયારઃ આજે ખૂલ્લી મૂકાશે
Spread the love

સુરત,
સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોરોના વાઈરસની ૨૫૦ બેડની હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. આજે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની ૫૦૦ બેડની હોÂસ્પટલ તૈયાર કરવાની છે. જેમાંથી ૨૫૦ બેડની તૈયાર થયેલી હોÂસ્પટલને આવતીકાલે સાંજ સુધીમાં ખુલી મૂકી દેવામાં આવશે.

રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ +ફર્સ્ટ ફ્લોર પર ૨૫૦ બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. સતત ૭૨ કલાકની કામગીરી બાદ હોસ્પિટલ ઉભી કરાઈ છે. વેÂન્ટલેટરની સુવિધા પણ કરાઈ રહી છે. ગાંધીનગર સુધી તમામ જરૂરી માહિતી પહોંચાડી વસ્તુઓ મંગાવવામાં આવી રહી છે. સ્ટાફની પણ સંપૂર્ણ સુવિધા કરી દેવાઈ છે. જેથી આવતી કાલે સાંજ સુધીમાં હોÂસ્પટલ શરૂ કરી દેવાશે. કોરોના વાઈરસની મહામારીનો ભોગ ન બને એ માટે વડાપ્રધાન મોદી અપીલ કરી રહ્યા છે. ૨૧ દિવસનો લોકડાઉનનો અમલ જ સાવચેતી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!