કોરોનાઃ સરકાર વિદેશથી ગુજરાત આવેલા ૨૭ હજાર લોકોને શોધશે

Spread the love

ગાંધીનગર,
ગુજરાતમાં ધીરે ધીરે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૩૭ થઇ ગઇ છે. ત્યારે રાજ્ય સરકાર લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી રહી છે. રાજ્યમાં કે દેશમાં વિદેશથી આવતા લોકો જ કોરોના સંક્રમિત હતા જેનાથી તેઓ જેના પણ સંપર્કમાં આવ્યાં તેમને પણ સંક્રમણ શરૂ થયું છે. જેના કારણે હવે આરોગ્ય વિભાગે વિદેશથી રાજ્યમાં આવ્યાં હોય તેવા લોકોની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે, વિદેશથી ૨૭ હજાર લોકો રાજ્યમાં આવ્યાં છે.
ચીનના વુહાન શહેરમાં જ્યારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો તે વખતે અભ્યાસ અને વેપાર માટે ચીન ગયેલા લોકો ગુજરાત પરત ફર્યા છે. આ ઉપરાંત અન્ય દેશોમાંથી પણ લોકો ગુજરાતમાં મોટી સંખ્યામાં આવ્યાં હતા. જેના કારણે દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે ત્યારે વિદેશથી આવેલા લોકોનું લોકેશન મેળવવામાં આવી રÌšં છે. ખુદ આરોગ્ય સચિવ જયંતિ રવિએ કબૂલ્યું છે કે, ૨૭ હજાર લોકો વિદેશનો પ્રવાસ કરીને ગુજરાત આવ્યાં છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આ વિદેશથી પરત ફરેલા લોકોની યાદી આપી છે. તે મુજબ આ બધાય લોકોનુ લોકેશન મેળવવામાં આવી રÌšં છે.

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!