દુકાનદારોએ દુકાનની બહાર ગોળ કુંડાળા બનાવ્યા

દુકાનદારોએ દુકાનની બહાર ગોળ કુંડાળા બનાવ્યા
Spread the love
  • લોકડાઉન વચ્ચે અમદાવાદની અનેક દુકાનોમાં સોશિયલ ડિસ્ટસ્ટિંગ દેખાયું

અમદાવાદ,
આજથી સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લાકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જતા સમયે સોશિયલ ડિસ્ટનસ એટલે એકબીજાથી દૂર રહેવાનું સૂચન કર્યું છે. આ અપીલનો અમલ અમદાવાદમાં શરૂ થઈ ગયો છે. શહેરના વિવિધ વિસ્તારમાં દુકાનદારોએ દુકાનની બહાર ગોળ કુંડાળા બનાવ્યા છે. પાંચ ફૂટ દૂર કુંડાળા બનાવી વસ્તુ લેવા ઉભા રહેવા જણાવે છે. દવા, કરીયાણું અને દૂધની દુકાનો બહાર આવા કુંડાળા જાવા મળી રહ્યા છે. શહેરનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ આ અંગે Âટ્‌વટ કરીને માહિતી આપી છે.
રાજ્ય અને દેશભરમાં કોરોનાને પ્રસરતો રોકવા માટે જનતા કર્ફ્યુ અને લોકડાઉન સહિતના પગલાં લેવાઇ ગયા છે અને લોકોને પણ આ બાબતની ગંભીરતા સમજાવાઇ રહી છે.
શહેરમાં અનેક જગ્યઓ પોલીસના ડરથી બંધ રહે છે પરંતુ ખરીદી દરમિયાન વિવિધ જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની બાબતમાં બેદરકાર રહે છે.
આજે સવારથી જ અમૂલના પાર્લરો પર પણ લાંબી લાંબી કતારો હતી. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, પીએમઓએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે, વડાપ્રધાને સોશિયલ ડિસ્ટÂન્સંગ પર ભાર મૂકતાં મીડિયાને તેના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા, રાજ્યોના લોકડાઉનના નિર્ણય અંગે લોકોને માહિતગાર કરવા તેમજ અન્ય દેશોના કેસ સ્ટડી અને આંતરરાષ્ટÙીય આંકડાઓની રજૂઆત મારફત વાઈરસના પ્રસારની ગંભીરતાથી માહિતગાર કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!