રૂપાણી સરકાર ૬૦ લાખ પરિવારોને મફ્ત અનાજ આપશે

  • ૩.૫ કિલો ઘઉં,દોઢ કિલો ચોખા વ્યક્તિ દીઠ મળશે
  • – સવા ત્રણ કરોડ લોકોને થશે લાભ, ૧લી એપ્રિલથી અનાજ અપાશે, રેશનિંગની દુકાનો પરથી પુરવઠો મફતમાં ઉપલબ્ધ કરાવાશે
  • – ખેડૂતોને મોટી રાહતઃ લોન ભરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે

ગાંધીનગર,
સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગરીબો અને રોજનું કમાઈને ખાનારા લોકોની હાલત દયનીય બની ગઈ છે. આવા લોકો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લેતા ૧ એપ્રિલથી દરેક રેશનકાર્ડ ધારકોને વ્યÂક્ત દીઠ ૩.૫ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા જ્યારે કુટુંબ દીઠ ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડ અને ૧ કિલો મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે. રેશનકાર્ડની દુકાનોમાંથી આ જથ્થાનું વિતરણ શરુ કરાશે. તેમજ ખેડૂતોને લોન ભરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવશે.
રુપાણીએ જણાવ્યું હતું કે સરકારની આ જાહેરાતનો ૬૦ લાખ કુટુંબના સવા ત્રણ કરોડ લોકોને મળશે, અને તેમને કામધંધા ઠપ્પ થઈ ગયા છે ત્યારે જીવનજરુરી ચીજવસ્તુઓ માટે મુશ્કેલી નહીં વેઠવી પડે. રુપાણીએ એમ પણ કÌšં હતું કે, આગામી સમયમાં સરકાર લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા લોકોને માટે અન્ય સહાયતા આપવા પણ વિચાર કરાઈ રહ્યો છે, અને તેની આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.
લોકડાઉન દરમિયાન લોકોને પોતાના ઘરમાં જ રહેવા માટે વિનંતી કરતા જણાવ્યું હતું કે પ્રજાને તકલીફ ના પડે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે અને કોઈ ચીજવસ્તુની અછત નથી સર્જાવાની, જેથી લોકો ઘરોની બહાર નીકળવાનું ટાળે.
સરકારના આ નિર્ણય અંગે સસ્તા અનાજની દુકાનદારોના યુનિયનના વડા પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે બાયોમેટ્રિક સિવાય માલ આપવો નહીં, પરંતુ તેનો રેશનિંગની દુકાનદારો વિરોધ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે દુકાનદારો બિલ બનાવી આપવા તૈયાર છે, પરંતુ બાયોમેટ્રિક સિસ્ટમથી જા માલ વેચવાની ફરજ પાડવામાં આવશે તો તેનાથી કોરોના ફેલાવવાનો ડર વધશે.

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!