ચૈત્ર નવરાત્રિમાં માતાજીનાં વિવિધ સ્વરૂપોની પૂજા કરો

ચૈત્ર નવરાત્રિમાં માતાજીનાં વિવિધ સ્વરૂપોની પૂજા કરો

ચૈત્ર નવરાત્રિની સાથે જ હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થયો છે. નવરાત્રિના આ નવ દિવસોમાં માતા દુર્ગાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે શૈલ પુત્રીની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિના પ્રથમ દિવસે માતાના ભક્તો ઘરમાં કળશ સ્થાપિત કરવામાં આવે છે. કેટલાક ભક્તો નવરાત્રિના પૂરા નવ દિવસો સુધી વ્રત રાખે છે તો કેટલાકક ભક્યો પહેલા અને છેલ્લા નોરતાનું વ્રત રાખીને દુર્ગા માતા પ્રત્યે પોતાનો પ્રેમ ઉજાગર કરે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર જેકોઈ પણ આ નવ દિવસ સાચા મનથી માતાની ભક્તિ કરે છે, તેની બધી મનોકામના પૂર્ણ થાય છે. આટલું જ નહીં, તેને આદ્યશક્તિની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે.

આ વખતે ચૈત્ર નવરાત્રિ 25 માર્ચથી શરૂ થઈ ગઈ છએ અનમે બીજી એપ્રિલે રામ નવમી એની સમાપ્તિ થાય છે. નવરાત્રિના નવ દિવસમાં દુર્ગા માતાના કયા-કયા સ્વરૂપોની પૂજા થાય છે, એની માહિતી આ મુજબ છે

  1. શૈલપુત્રી દુર્ગા માતાનું પ્રથમ સ્વરૂપ છે શૈલપુત્રી. શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી છે. તેમને કરુણા અને મમતાની દેવી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ભકત શ્રદ્ધાપૂર્વક માતાની પૂજા કરે છે,
    તેને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
  2. બ્રહ્મચારિણીદુર્ગા માતાનું બીજું સ્વરૂપ છે બ્રહ્મચારિણી. એવી માન્યતા છે કે એમની પૂજા કરવાથી યશ, સિદ્ધિ અને સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે. તેમણે શંકર ભગવાનને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી, એટલે તેમને તપશ્ચારિણીના નામે ઓળખવામાં આવે છે.
  3. ચંદ્રઘંટા દુર્ગા માતાના ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા. એવી માન્યતા છે કે સિંહ પર સવીર થયેલાં ચંદ્રઘંટા માતાની પૂજા કરવાથી ભક્તોનાં કષ્ટ હંમેશાં માટે દૂર થઈ જાય છે. તેમને પૂજા કરવાથી મન અને શક્તિ અને વીરતા મળે છે.
  4. કુષ્માન્ડા દુર્ગા માતાનું ચોથું સ્વરૂપ કુષ્માન્ડા. એવી માન્યતા છે કે કુષ્માન્ડાની ઉપાસના કરવાથી ભક્તોના સમસ્ય રોગ-શક્તિ દૂર થાય. છએ તેમની પૂજાથી આયુષ્ય, બળ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે.
  5. સ્કંદમાતા દુર્ગા માતાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા. એવી માન્યતા છે કે આ ભક્તોની સમસ્ત ઇચ્છાઓને પૂર્ણ કરે છે. તેમને મોક્ષનાં દ્વાર ખોલવાવાળી માતાના રૂપમાં પૂજવામાં આવે છે.
  6. કાત્યાયની દુર્ગા માતાનું આ છઠ્ઠું રૂપ કાત્યાયની. તેમને ગૌરી, ઉમા, હેમાવતી અને ઇશ્વરીના નામે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે તેઓ મહર્ષિ કાત્યાયનને પુત્રી સ્વરૂપમાં મળ્યા, એટલે તેમનું નામ કાત્યાયની પડ્યું. એવી પણ માન્યતા છે કે જે યુવતીઓનાં લગ્નમાં વિલંબ થતો હોય, તેમને મનવાંછિત વરની પ્રાપ્તિ માટે કાત્યાયની માતાની પૂજા કરે છે.
  7. કાળરાત્રિ દુર્ગા માતાનું આ સાતમું સ્વરૂપ એટલે કાળરાત્રિ. એવી માન્યતા છે કે કાળરાત્રિની પૂજા કરવાથી કાળ અને અસુરોનો નાશ થાય છે. આને લીધે માતાના આ સ્વરૂપને કાળરાત્રિ કહેવામાં આવે છે. આ માતા શુભ ફળ આપે છે. એટલા માટે તેમને શભંકારી પણ કહેવામાં આવે છે.
  8. મહાગૌરી દુર્ગા માતાનું આવમું સ્વરૂપ એટલે મહીગૌરી. આ ભગવાન શુવજીની અર્ધાંગિની અથવા પત્ની છે. આ દિવસે માતાને ચુંદડી ભેટ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. એની સાથે ભક્તોના કષ્ટ દૂર થાય છે. સિદ્ધિદાત્રી નવરાત્રિ દરમ્યાન દુર્ગા માતાનું નવમું સ્વરૂપ એટલે સિદ્ધિદાત્રી. એવી માન્યતા છે કે સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવાથી અટકેલાં દરેક કામ પૂરાં થાય છે અને દરેક કામમાં સિદ્ધિ મળે છે.

durga3.jpg

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!