સુરતઃ એ.પી.એમ.સી.નો આદેશ સોસાયટીઓ શાકભાજીનો જથ્થાબંધ ઓર્ડર આપે
સુરતઃ લૉકડાઉનના પગલે શાકભાજીના ઓર્ડર વધ્યા છે એપીએમસીને 600 ઓનલાઈન ઓર્ડર મળ્યા છે. લોકો દ્વારા શાકભાજીની ખરીદી માટે હોડ લગાવાતાં એપીએમસીનું ગ્રાહકોનો જથ્થાબંધ ઓર્ડર આપવા માટે કહેવાયું છે. રવિવાર સવારથી પાલિકાએ એપીએમસી સાથે મળીને શાકભાજી, અનાજ, ફ્રૂટ, દૂધની હોમ ડિલીવરી કરાઇ રહી છે. પ્રથમ 3 દિવસમાં સુરત અને તાપી જિલ્લામાંથી 1300 જેટલા 4 લાખના ઓર્ડર એપીએમસીને મળ્યા હતા. એપીએમસી ચેરમેન રમણ જાની અને વાઈસ ચેરમેન સંદીપ દેસાઈ જણાવ્યું કે, જો સોસાયટી દીઠ લોકો શાકભાજી, અનાજ, ફ્રૂટ કે દૂધના જથ્થાનો ઓર્ડર આપે તો તેમની સગવડ પ્રમાણે અમે ડિલીવરી માટે તૈયાર છીએ. જેથી લોકોનો અને એપીએમસીનો પણ સમય બચશે લોકોને પૂરતા જથ્થામાં શાકભાજી મળી રહેશે.