CoRoNa Kavach App : મોદી સરકારની આ એપ બતાવશે કરુણાથી તમે કેટલા સુરક્ષિત

CoRoNa Kavach App : મોદી સરકારની આ એપ બતાવશે કરુણાથી તમે કેટલા સુરક્ષિત

વિશ્વ સહિત ભારતમાં દિન-પ્રતિદિન વધતા કોરોના વાઈરસના પોઝિટિવ સેકોને ધ્યાનમાં રાખતા તેના પર રોક લગાવવા માટે ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યામ મંત્રાલય અને ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કોરોના વાઈરસ (COVID-19) ટ્રેકર એપ “કોરોના કવચ એપ” (Corona Kavach App) લોન્ચ કરવામાં આવી છે.

આ એપની મદદથી કોરોના પોઝિટિવ દર્દીઓ વિશે સરળતાથી જાણ થઈ શકે છે. આ એપની ખાસિયત એ છે કે, જો તમારી આસપાસ કોઈ પણ કોરોના પોઝિટિવ કેસ હશે, તો તે તરત જ તમને એલર્ટ કરી દેશે. આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આ સમયે આ એપ બીટા વર્ઝનમાં ડાઉનલોડ થઈ શકે છે.

એલર્ટ અને ડેટા એનાલિસિસ
પ્રજાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એપને બનાવવામાં આવી છે. જેની મદદથી તમે કોરોના વાઈરસના પ્રકોપ અને વાઈરસ વિશે જાણકારી મેળવી શકો છો. આ સાથે જ તમે ડેટા એનાલિસિસ અને દેશમાં હાલ કોરોનાની સ્થિતિ વિશે પણ જાણકારી મેળવી શકો છે. આ એપમાં વધારાના ફિચર્સ પણ જોડવામાં આવ્યા છે. જેમાં વ્યક્તિના શ્વાસ લેવાની ક્ષમતા અને પોતાની જાતને સેલ્ફ ચેક રાખવાની ક્ષમતા છે.

COVID ટ્રેક કરીને મોકલશે એલર્ટ
COVID-19ની જાણકારી આપવા માટે ડિઝાઈન કરવામાં આવેલી આ એપ યુઝરના ડેટાના દર કલાકે ટ્રેક કરી શકે છે. જો તમે કોઈ પણ કોરોના સંક્રમિત દર્દીની પાસેથી પસાર થશો, તો ટ્રેકિંગ મારફતે તે તમને એલર્ટ કરશે. આ એપમાં યુઝર્સને પોતાનો ફોન નંબર નાંખીને સાઈન ઈન કરવાનું રહે છે અને તેના GPS દ્વારા તેની મૂવમેન્ટને ટ્રેક કરવામાં આવે છે.

પ્રાઈવસીનો ખાસ ખ્યાલ
આ એપમાં ઉપસ્થિત યુઝર્સની અંગત જાણકારી કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર નહીં કરવામાં આવે. એટલે કે તે સંપૂર્ણ સુરક્ષિત છે. એપના ઓફિશિયલ ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું છે કે, એપનો હેતુ યુઝર્સને નોવલ કોરોના વાઈરસ વિશે જાણકારી આપવાનો અને ડેટા એકત્ર કરવાનો છે. કોરોના કવચ એપ હજુ સુધી માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે.

કલર કોડથી થશે ઓળખ
કોઈ યુઝર્સ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે કે કેમ? એપ આ વાતને જાણવા માટે કલર કોડનો ઉપયોગ કરે છે. જ્યાં એક કલર યુઝર્સની ઓળખ કરે છે, જે ક્યારે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં નથી આવ્યો. જ્યારે બીજો એ વાતનો સંકેત આપે છે કે, તે તેની નજદીક છે. આ માટે એપ દેશમાં તમામ સાચા પ્રાપ્ત થયેલા કેસોની જાણકારીનો ઉપયોગ કરે છે.

કોરોના કવચ એપનો ઉપયોગ કેવી રીતે કરશો?
સૌ પ્રથમ કોરોના કવચ એપ ખોલો. જેમાં તેમને એક સ્ક્રિન દેખાશે, જેના પર લખ્યું હોય છે કે, આ એપ MeitY અને MHFW દ્વારા બનાવવામાં આવી છે. એપની આગામી કેટલીક સ્ક્રીન પર ટેપ કર્યા બાદ તે તમારી પાસે તમારૂં લોકેશન ટ્રેક કરવાની મંજૂરી માંગે છે. આ ઉપરાંત કમારા ડિવાઈસ પર ફાઈલ એક્સેસ કરવાની મંજૂરી માંગવામાં આવે છે. જે બાદ આ એપ યુઝર્સ પાસે તેના મોબાઈલ પર મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડની સાથે રજિસ્ટર કરવાનું કહે છે.

એપના હોમપેજ પર તમને કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા, સ્વસ્થ થઈ ચૂકેલા લોકોની સંખ્યા અને જીવલેણ વાઈરસથી મોતને ભેટેલા લોકોની જાણકારી મળે છે. તમે મેન્યૂમાં જઈને તમારૂં સ્ટેટસ જાણવા માટે જરૂરી સવાલોનું એક લિસ્ટ પણ ફિલ કરી શકો છે. Corona Kavachના લોકો પર ક્લિક કર્યાના એક કલાકની અંદર કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. આ કાઉન્ટડાઉન જણાવશે કે, તમારૂં લોકેશન ક્યાં સુધી ટ્રેક કરવામાં આવશે.

IMG-20200328-WA0026.jpg

Spread the love

One thought on “CoRoNa Kavach App : મોદી સરકારની આ એપ બતાવશે કરુણાથી તમે કેટલા સુરક્ષિત

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!