પશ્ચિમ રેલવે જીવન જરૂરિયાત વસ્તુઓ માટે સ્પેશિયલ કાર્ગો ટ્રેન દોડાવશે

ગાંધીનગર,
દુનિયાભરમાં મહામારીનો હાહાકર જાવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોનાના વધતા કેસોનો લઇને સરકાર વારંવાર લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહી છે. ગુજરાતમાં લોકડાઉન હોવા છતાં પણ લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે રોડ પર જાવા મળી રહ્યાં છે. ત્યારે પશ્ચિવ રેલવે દ્વારા ૯ સ્થળ માટે સ્પેશિયલ પાર્સલ કાર્ગો એક્સપ્રેસ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો છે.
લોકડાઉનના સમયે લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ કાર્ગો ટ્રેન દોડાવાશે. પશ્ચિમ રેલવે દ્વારા ૯ સ્થળ માટે સ્પેશિય પાર્સલ ટ્રેન દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ પાર્સલ કાર્ગો એક્સપ્રેસ ટ્રેનમાં વસ્તુઓની હેર-ફેર કરવામાં આવશે.
પશ્ચિમ રેલવે દ્વારા આ સ્પેશિયલ કાર્ગો ટ્રેનમાં મેડિકલ સેવાઓ, શાકભાજી વગેરેનો પુરવઠો નિયત કરેલા સ્થળે પહોંચાડાશે. જેમાં સુરત, વલસાડ, નવસારીમાં માલવહન માટેની તક મળી શકે છે.
સુરત, વલસાડ અને નવસારી આ ત્રણેય ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે માલવહનની તક મળી શકે છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર ડીઆરએમ દ્વારા ફલેટ ટ્રેન ચલાવવા માટે વેપારીઓનો દ્વારા સંપર્ક કરાયો છે. જા કે આ અંગે ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાય તેવી શક્્યતા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!