વડોદરામાં કોરોનાનો વધુ એક દર્દી પોઝિટિવઃ કુલ ૯ કેસ પોઝિટિવ

  • ૭૪ સેમ્પલ લેવાયા જેમાંથી ૬૯ નેગેટિવ જાહેર

વડોદરા,
શહેરમાં વડોદરાની સયાજી હોÂસ્પટલ Âસ્થત કોરોના લેબમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંક ૯ પર પહોંચી ગયો હતો. અત્યાર સુધી વડોદરા જિલ્લામાંથી કુલ ૭૪ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જે પૈકી ૯ પોઝિટિવ જાહેર થયા છે, જ્યારે ૬૩ નેગેટિવ જાહેર થયા છે. જ્યારે બે સેમ્પલ રિજેક્ટ થયા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના શંકાસ્પદ કુલ ૧૪ કેમ્પલ લેવાયા છે.
ગોપાલ પટેલ (ઉવ.૨૫) નામનો આ યુવક મૂળે વડોદરાનો હોવાનું કહેવાય છે પણ તેણે પોતાનું સરનામુ ગુડગાંવનું લખાવ્યું છે. આ યુવાન ત્રણ દિવસ અગાઉ પોઝિટિવ જાહેર થયેલા દર્દીના સંપર્કમાં હતો. તેને દિલ્હી એરપોર્ટ પર રિસિવ કરવા ગયો હતો, ત્યારબાદ તેની સાથે મુંબઇ ગયો અને ત્યાંથી ફ્લાઇટમાં જ અમદાવાદ પણ ગયો હતો. હાલમાં તેમને સઘન સારવારમાં રાખવામાં આવ્યા છે.
સયાજી હોÂસ્પટલની સાથે હવે ગોત્રી હોÂસ્પટલમાં પણ સેમ્પલ લેવાની કામગીરી શરૂ થઇ ચૂકી છે. અત્યાર સુધી વડોદરા જિલ્લામાંથી કુલ ૭૪ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જે પૈકી ૯ પોઝિટિવ જાહેર થયા છે, જ્યારે ૬૩ નેગેટિવ જાહેર થયા છે. જ્યારે બે સેમ્પલ રિજેક્ટ થયા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના શંકાસ્પદ કુલ ૧૪ કેમ્પલ લેવાયા છે. કુલ ૭૪ સેમ્પલમાંથી સયાજી હોÂસ્પટલમાં ૫૩ અને ૧૬ સેમ્પલ ગોત્રી જીએમઇઆરએસ અને પાંચ સેમ્પલ ખાનગી હોÂસ્પટલમાંથી પણ લેવાયા હતા. આજે કુલ ૮૫ વ્યÂક્તઓનું મેડિકલ Âસ્ક્રનિંગ કરવામાં આવ્યું હતું.

  • હાથીખાના અનાજ માર્કેટ ખુલ્લુ મૂકાયું

કોરોના સંક્રમણ અને લોક ડાઉનના પગલે વડોદરા શહેરમાં આવેલું હાથીખાના અનાજ બજારની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી.જેથી નગરજનો સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી અનાજ કરીયાણાની ખરીદી કરી શકશે. વડોદરા શહેરમાં લોકડાઉન ને લઈ નિયમોનું ઉલ્લંઘન થતાં હાથીખાના અનાજ બજાર બંધ કરવામાં આવ્યું હતું.બાદમાં અનાજ કરિયાણા અને પ્રોવિઝન સ્ટોરનાં વેપારીઓ અને લોકોને જરૂરી અનાજનો પુરવઠો મળી રહે તે માટે કલેક્ટર અને પોલીસ કમિશ્નર તરફથી સૂચના મળતા હાથીખાના અનાજ બજાર સવારે ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી ખુલ્લું રાખવાની પરવાનગી મળતાં બજાર પુનઃ શરૂ કરાયું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!