સલામઃ રાજકોટ પોલીસ રોજ ૧૫,૦૦૦ જરૂરિયાતમંદોને ભોજન આપશે

રાજકોટ,
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તેની અમલવારી અર્થે કોઈપણ મજૂર વર્ગને રાજકોટ શહેરની બહાર જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. બે દિવસ પહેલા કેટલાક દૃશ્યો સામે આવ્યા હતા કે જેમાં પરપ્રાંતિય મજૂરો કામ ન હોવાના કારણે પોતાના વતન પરત ફરી રહ્યા હતા. પરંતુ રાજકોટ પોલીસે તેમને અહી જ રહેવા સમજાવ્યા છે અને તેમની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટરમાં જરૂરિયાતમંદો માટે રોજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ રોજ ૧૫૦૦૦ લોકોને ભોજન આપશે.

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો જે નિર્ણય અંતર્ગત પ્રાંતીય મજૂરોને પોતાના વતન ન ફરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો જે આ દેશના અનુસાર રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાજકોટ પોલીસ ની હદમાં કામ કરતા તમામ મજૂરોને પોતાની હાલની જગ્યા ન છોડવા હુકમ કર્યો હતો. તેમ છતાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો પોતાના પરિવાર સાથે ચાલીને પોતાના વતન તરફ દોડ લગાવી હતી.
જા કે પોલીસે સમયસર તેમને સમજાવી તેમની રહેવાની અને જમવાની સગવડ કરી આપી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ અને સામાજિક સંસ્થાના સહયોગ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રોજનું ૧૫૦૦૦ વ્યÂક્તઓનું જમવાનું બની શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!