લોકડાઉન : સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતો રસ્તો ઝઘડિયા પાસે પોલીસે બ્લોક કર્યો

ભરૂચ : લોકડાઉનના ચોથા દિવસે ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસે જાહેરનામાની કડક અમલવારી માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સવારના સમયે લોકોની ચહેલપહેલ જાવા મળી હતી. જાકે નેશનલ હાઇવે નંબર ૪૮ પર સુરત તરફથી આવતાં લોકો સામે કડક કાર્યવાહી કરાઇ હતી. ભરૂચ સહિત અંકલેશ્વર, રાજપીપળા સહિતના વિસ્તારોમાં પોલીસે અનેક રસ્તાઓ બંધ કરી દિધા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જતો માર્ગ મુલદ ચોકડીથી બંધ કર્યા બાદ ઝઘડિયા પાસે પણ પોલીસે રસ્તો બ્લોક કરી દીધો હતો અને આ રસ્તા ઉપરથી પસાર થતા લોકોને અટકાવી પોલીસે તેમને ઘર તરફ પરત મોકલ્યા હતા.

પોલીસે સરદારબ્રીજ સહિત હાઇવે પર જે હિજરત કરતાં લોકો અટવાયેલાં હતાં તેમના માટે વાહનની વ્યવસ્થા કરવા સાથે સેવાભાવી સંસ્થાઓએ ફૂડ પેકેટનું પણ વિતરણ કર્યું હતું.બીમાર લોકોને સારવારની વ્યવસ્થા કરી હતી. લોક ડાઉનના પગલે સરદાર પ્રતિમાને જાડતો રોડ બ્લોક કરવામાં આવ્યો ઝઘડિયાને નેશનલ હાઈવે સાથે જાડતી મુલદ ચોકડીથી લઈ ઝગડીયા, રાજપારડી, ઉમલ્લા અને રાજપીપળા સુધી સરદાર પટેલની પ્રતિમાને જાડતા માર્ગ ઉપર પોલીસ કાફલો ખડકી દેવાયો છે. લોક ડાઉન જાહેર થયા બાદ પણ નાના મોટા વાહન ચાલકો સેંકડોની સંખ્યામાં પોતાના કામના સ્થળો છોડી વતન તરફ વાટ પકડી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!