વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા ૨૧ દિવસ સુધી દરિદ્રનારાયણો માટે અવિરત સેવાયજ્ઞ

વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા ૨૧ દિવસ સુધી દરિદ્રનારાયણો માટે અવિરત સેવાયજ્ઞ

30પ્રથમ તબક્કામાં જીવનજરૂરી ચીજવસ્તુઓની ૫૦૦ કીટ તૈયાર કરી વિતરણ કરાયું

કોરોના વાઇરસની સામે ધાર્મિક સંસ્થાઓની સરાહનીય સેવાકીય કામગીરી

સૂરત,
કોરોના વાઇરસના સંક્રમણથી ઊભી થયેલી વિકટ પરિસ્થિતિના પગલે લોકડાઉન અમલી છે, ત્યારે આર્થિક રીતે નબળા વર્ગના ગરીબ લોકોની વ્હારે અનેક સામાજિક સંસ્થાઓ આવી છે, ત્યારે વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા સંકટ સમયે સહાયરૂપ થવાના આશયથી
ગુરૂકુળના સંતશ્રી પ્રભુ સ્વામીજીએ જણાવ્યું હતું કે, પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર સુરત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા લોકડાઉનના સમયમાં મુશ્કેલી અનુભવનારા દરિદ્રનારાયણોને સહાયરૂપ થવા ૨૫ કિલોની ૫૦૦ નંગ કીટો તૈયાર કરવામાં આવી. જેમાં ૧૦ કિલો ઘઉ, પાંચ કિલો ચોખા, પાંચ કિલો ખાંડ, એક કિલો તુવેર દાળ, એક કિલો ચણા દાળ, એક કિલો મગની દાળ, એક કિલો તેલ, મરચું, હળદર, ધાણાજીરૂ વગેરે મસાલો રાખવામાં આવ્યો છે. આ સામગ્રીને સંતો તથા હરિભક્ત યુવાનોએ જાતે કીટોમાં ભરીને તૈયાર કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તૈયાર કરાયેલ ૫૦૦ કીટોનું અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરાયું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વભાવની જેમ ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ, શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનો દયાવાન સ્વભાવ હતો. તેઓ જાતે અને સંતોની સંગાથે ગરીબોના સુખ-દુઃખમાં સહભાગી થતાં. ગુરૂવર્ય મહંતસ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સહિતના સંતો આ કાર્યમાં સહભાગી થયા હતા. ગુરૂકુલના સંતો અને ઉત્સાહી યુવાનો આજે કોરોના વાઈરસના કારણે સર્જાયેલા આપત્તિના સમયમાં સેવાનો હાથ લંબાવી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!